મંગળ કરશે ગોચર, ત્રણ રાશિના જાતકો માટે શરૂ થશે અચ્છે દિન….
જ્યોતિષશાસ્ત્રમાં આપવામાં આવેલી માહિતી અનુસાર ટૂંક સમયમાં જ ગ્રહોનો અધિપતિ એટલે કે મંગળ રાશિ પરિવર્તન કરવા જઈ રહ્યો છે. મંગળને હિંમત, બહાદુરી, ઉર્જા, જમીન, રક્ત, ભાઈ, યુદ્ધ, સેના વગેરેનો કારક માનવામાં આવે છે. મુંબઈના એક પ્રખ્યાત જ્યોતિષાચાર્યના જણાવ્યા અનુસાર દરેક ગ્રહ ચોક્કસ સમય પછી પોતાની રાશિ પરિવર્તન કરે છે અને ઘણી વખત તેની સકારાત્મક તો ઘણી વખત નકારાત્મક અસર જોવા મળે છે. 8 દિવસ બાદ એટલે કે 20મી ઓક્ટોબરના મંગળ કર્ક રાશિમાં ગોચર કરી રહ્યો છે અને એની તમામ રાશિ પર અસર જોવા મળશે, પણ ત્રણ રાશિના જાતકો માટે આ ગોચર શુભ સાબિત પહોંચી થઈ રહ્યો છે.
મેષઃ
મેષ રાશિના જાતકો માટે પણ મંગળનું આ રાશિ પરિવર્તન શુભ સાબિત થઈ રહ્યું છે. વેપારીઓને નવી નવી તક મળશે. નવો બિઝનેસ શરૂ કરવા માટે અનુકૂળ રહેશે. આર્થિક સ્થિતિમાં પહેલા કરતા સુધારો થશે. જો તમારા પૈસા ક્યાંક અટવાયેલા છે તો તમને પાછા મળી શકે છે. નોકરી કરતા લોકો તેમના બોસથી ખૂબ જ ખુશ રહેશે. આ સમયગાળા દરમિયાન તમને તમારી મહેનતનું પૂરેપૂરું ફળ મળી રહ્યું છે.
તુલાઃ
તુલા રાશિના જાતકો માટે મંગળનું રાશિ જીવનમાં સકારાત્મક પરિવર્તિન લાવી રહ્યા છો. આર્થિક સંકટનો સામનો કરી રહ્યા હતા તો એનો પણ ઉકેલ આવશે. લાંબા સમયથી કોઈ બીમારી સતાવી રહ્યા હતા તો આજે દૂર થઈ રહ્યો છે. આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થઈ રહી છે. પરિવારિક સંબંધો પણ પહેલાંની સરખામણીએ વધુ મજબૂત બની રહ્યા છે.
આ પણ વાંચો :આજનું રાશિફળ (12-10-24): Dussehra પર આ ત્રણ રાશિના જાતકોને થશે ધનલાભ, જોઈ લો તમારી રાશિ પણ છે ને?
કુંભઃ
મંગળનું રાશિ પરિવર્તન કુંભ રાશિના જાતકોને શુભ પરિણામ આપી રહ્યો છે. વૈવાહિક જીવનમાં સમસ્યાઓ દૂર થશે. પ્રેમજીવન જીવી રહેલાં લોકોના સંબંધ પણ પાર્ટનર સાથે સુધરી રહ્યા છે. નોકરી કરી રહેલાં લોકોને પ્રમોશન મળશે, પદ સાથે પગારમાં પણ વધારો જોવા મળશે. નોકરી શોધી રહેલાં લોકોને પણ સારા સમાચાર મળશે અને પસંદગીની નોકરીની ઓફર મળી શકે છે.