એક ઝપકી, 160ની સ્પીડ અને પૂર્વ સાંસદ માનવેન્દ્ર સિંહની કારનો સીસીટીવી વીડિયો વાઈરલ…..

નવી દિલ્હી: પૂર્વ કેન્દ્રીય પ્રધાન જસવંત સિંહની પુત્રવધૂ અને પૂર્વ સાંસદ માનવેન્દ્ર સિંહની પત્ની ચિત્રા સિંહનું દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર થયેલા અકસ્માતમાં ઘટના સ્થળે જ મૃત્યું થયું હતું. જ્યારે આ અકસ્માતમાં માનવેન્દ્ર સિંહ અને તેમનો પુત્ર હમીર સિંહ ગંભીર રીતે ઘાયલ થયા હતા. હવે આ ઘટનાનો CCTV વીડિયો વાઇરલ થયો છે.
આ ઘટનાને નજરે જોનાર લોકોનું કહેવું છે કે નિદ્રાને કારણે કાર અચાનક બેલેન્સ ગુમાવી બેઠી હતી. અને કારજે ગતિએ ચાલતી હતી તે જોઈને કારની સ્પીડ 160 કિલોમીટરથી પણ વધારે લાગતી હતી. કાર એક્સપ્રેસ વે પરથી ઉતરી ગયા બાદ જોરથી ઉછળી અને લગભગ 150 મીટર દૂર દિવાલ સાથે ધડાકાભેર અથડાઈ હતી.
નોંધનીય છે કે આ અકસ્માત દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર નૌગાંવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયો હતો. ઘટના સમયે માનવેન્દ્ર સિંહ કાર ચલાવી રહ્યા હતા અને તેમની બાજુની સીટ પર તેમની પત્ની ચિત્રા સિંહ બેઠી હતી. માનવેન્દ્રનો પુત્ર હમીર સિંહ અને ડ્રાઈવર પાછળની સીટ પર બેઠા હતા.
પોલીસે જણાવ્યું હતું કે કાર 160 કરતા પણ વધારે સ્પીડ પર જઈ રહી હતી અને તે સમયે કારમાં બેઠેલા તમામ લોકો સૂતા હતા અને તે વખતે ડ્રાઈવરને પણ ઝપકું આવ્યું અને કારે તેનું સંતુલન ખોઈ દીધું જો કે આગળની એરબેગ ખૂલી જતા આગળ બેઠેલા બંને જણા ઘાયલ થયા જ્યારે પાછળની એરબેગ ખૂલી નહોતી અને તેના કારણે માનવેન્દ્ર સિંહ વધારે ઘાયલ થયા અને તેમના પત્નીનું મૃત્યુ થું હતું.