નેશનલ

સોનિયા ગાંધીના વફાદાર હતા, એટલે મનમોહન સિંહ બન્યા હતા પીએમઃ સંજય બારુના પુસ્તકની અજાણી વાતો જાણો

સોનિયા ગાંધી કરતા વધુ લોકપ્રિય થવાની ઈચ્છા મનમોહન સિંહની નહોતી…

નવી દિલ્હીઃ મને આગળ લાવનાર સોનિયા ગાંધી છે. હું તમારી વાત કેમ માનું… આ શબ્દો છો કૉંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના. સંસદના શિયાળુ સત્રમાં તેમણે રાજ્યસભામાં આ વાત જણાવી હતી. એ સમયે તેમની બાજુમાં સોનિયા ગાંધી પણ બેઠા હતા. ભાજપના સાંસદે આ શબ્દો પર કટાક્ષ પણ કર્યો હતો, પણ આ નિવેદનમાં ખડગેની સોનિયા ગાંધી તરફની વફાદારી પણ જોવા મળી હતી. કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજીવ ગાંધીના પત્ની સોનિયા ગાંધી પ્રત્યે કંઇક આવી જ વફાદારી મનમોહન સિંહ પણ રાખતા હતા. મનમોહન સિંહનું 92 વર્ષની વયે નિધન થયું છે, પણ સોનિયા ગાંધીને કારણે જ તેઓ કૉંગ્રેસના તમામ દિગ્ગજ નેતાઓને પછાળ રાખીને વડા પ્રધાન બન્યા હતા. તેમના મીડિયા સલાહકાર સંજય બારૂએ તેમના પુસ્તક, ‘ધ એક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટરઃ ધ મેકિંગ એન્ડ અનમેકિંગ ઓફ મનમોહન સિંહ’માં જણાવ્યું હતું કે સોનિયા ગાંધી કરતા વધારે લોકપ્રિય દેખાવવું મનમોહન સિંહને પસંદ નહોતું.

સંજય બારુએ પુસ્તકમાં લખ્યું હતું કે ડો. મનમોહન સિંહ ક્યારેય ઇચ્છતા નહોતા કે તેઓ સોનિયા ગાંધી કરતાં વધુ ચર્ચામાં રહે. એટલું જ નહીં, ‘તેઓ ક્યારેય મીડિયા અને સામાન્ય લોકોમાં પણ સોનિયા ગાંધી કરતાં વધુ લોકપ્રિય બને એવું ઇચ્છતા નહોતા. કોઇ પણ મીડિયા હાઉસ કે ચેનલના ઓપિનિયન પોલના સર્વેમાં તેમની લોકપ્રિયતા સોનિયા કરતા વધારે દર્શાવવામાં આવે એવું પણ મનમોહન સિંહને પસંદ નહોતું પડતું. જોકે, મનમોહન સિંહ પોતે પોતાનું નામ સોનિયા ગાંધી પછી જોઇને ખુશ થતા હતા.

Also read: મનમોહન સિંહને જીવનભર અફસોસ રહ્યો, તેમની આ ઇચ્છા અધુરી રહી ગઇ…

કૉંગ્રેસના શાસનકાળમાં મનમોહન સિંહની સરકારની સિદ્ધિઓનો શ્રેય ગાંધી પરિવારને જ આપવામાં આવતો હતો અને જો પરિણામ વિપરીત આવે તો દોષનો ટોપલો મનમોહન સિંહ પર જ ઢોળવામાં આવતો હતો એવો પણ વિપક્ષો દાવો કરતા હતા. પરમાણુ કરાર પ્રત્યેના તેમના નિર્ણયને કારણે પક્ષને ડાબેરીઓ અને મુસ્લિમોનું સમર્થન ગુમાવવું પડ્યું હતું. તેમની નવી આર્થિક નીતિઓની પણ ટીકા કરવામાં આવતી હતી. પાકિસ્તાનના તત્કાલિન રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફ સાથે મિત્રતા કરવાના તેમના પ્રયાસની પણ ટીકા કરવામાં આવતી હતી. જોકે, મનમોહન સિંહે ક્યારેય જીતનો શ્રેય લેવાની કોશિશ કરી નહોતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button