એ દિવસે Manmohan Singhની હોકીનો બોલ ઝીણાને વાગ્યો અને…
નવી દિલ્હી : ભારતના 13મા વડાપ્રધાન રહેલા ડૉ. મનમોહન સિંહ( Manmohan Singh)તેમની નમ્રતા અને સરળ સ્વભાવ માટે વિશ્વભરના સૌથી પ્રતિષ્ઠિત વ્યક્તિઓમાંના એક હતા. મનમોહન સિંહનું ગુરુવારે રાત્રે નિધન થયું હતું. તેઓ 92 વર્ષના હતા. મનમોહન સિંહની વિશેષતાઓ અને સિદ્ધિઓ વિશે અત્યાર સુધીમાં આપણે બધા જાણી ચૂક્યા છીએ. પરંતુ તેમની એક વાત મુસ્લિમ લીગના પ્રમુખ અને પાકિસ્તાનના સંસ્થાપક મોહમ્મદ અલી ઝીણા સાથે સંબંધિત છે. જે બહુ ઓછા લોકો જાણે છે.
હોકીનો બોલ મિસ્ટર ઝીણાને વાગ્યો
આ વાત આઝાદી પહેલાની છે. જ્યારે ભારતનું વિભાજન થયું ન હતું. વર્ષ 1945માં મનમોહન સિંહ લાહોરમાં ઝીણાને મળ્યા હતા અને તે કોઈ સામાન્ય મુલાકાત ન હતી. કેમ કે, મનમોહન સિંહે ઝીણાના માથા પર હોકીનો બોલ મારી દીધો
હતો. તેમણે કહ્યું, હું 1945માં લાહોરમાં ઝીણાને મળ્યો હતો. તેઓ મારા ઘરની નજીક રહેતા હતા અને અમે તેમના ઘરની નજીક જ હોકી રમતા હતા. એક દિવસ મારી હોકીનો બોલ મિસ્ટર ઝીણાને વાગ્યો. સદનસીબે, તેમને કોઇ ઇજા થઈ ન હતી. તે તેમની ઘરની બહાર અમને રમતા જોઈ રહ્યા હતા. જ્યારે મારો મારેલો બોલ તેમને વાગ્યો હતો.
Also read: મનમોહન સિંહને જીવનભર અફસોસ રહ્યો, તેમની આ ઇચ્છા અધુરી રહી ગઇ…
ડૉ.સિંહ શરમાઈને હસ્યા હતા
જ્યારે એક પત્રકારે તેમને મજાકમાં કહ્યું કે ઝીણા પર આ પહેલો હુમલો છે અને તેનો શ્રેય તેમણે લેવો જોઈએ. તો ડૉ.સિંહ શરમાઈને હસ્યા હતા. ડૉ. સિંહે જણાવ્યું કે તેઓ લાહોરના જુનિયર કોલેજના મેદાનમાં હોકી રમી રહ્યા હતા. આ મેદાન પાકિસ્તાનના સંસ્થાપક મહમદ અલી ઝીણાના બંગલાની બરાબર બાજુમાં હતું.
પરંતુ બોલ લક્ષ્ય ચૂકી ગયો
ડૉ. મનમોહન સિંહે યાદ કર્યું હતું કે, મેં બોલ ગોલ પોસ્ટ તરફ માર્યો પરંતુ બોલ લક્ષ્ય ચૂકી ગયો અને મોહમ્મદ અલી ઝીણા જ્યારે બંગલાના વરંડામાં ઉભા હતા ત્યારે તેમના માથા પર વાગ્યો. મિસ્ટર ઝીણાને ખબર ન હતી કે તેમના માથા પર શું વાગ્યું છે.