મણિપુરમાં હેન્ડ ગ્રેનેડ સહિત હથિયારો પકડાયા…
ઇમ્ફાલઃ મણિપુરના ઇમ્ફાલ પૂર્વ, થૌબલ અને ચંદેલ જિલ્લામાં સર્ચ ઓપરેશન દરમિયાન સુરક્ષા દળોએ હથિયારો અને દારૂગોળાનો વિશાળ જથ્થો જપ્ત કર્યો છે, એમ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.
આ પણ વાંચો : મણિપુર પર પ્રથમ ધ્યાન આપો: મલ્લિકાર્જુન ખડગેનો અમિત શાહ પર વળતો પ્રહાર…
પોલીસના જણાવ્યા અનુસાર ઇમ્ફાલ પૂર્વ જિલ્લાના લીરોંગ વૈફેઇ ગામમાંથી ચાર જીવતા હેન્ડ ગ્રેનેડ, એક ડિટોનેટર, એક ૯ એમએમ પિસ્તોલ અને મેગેઝિન, એક .૩૨ પિસ્તોલ, એક વાયરલેસ રેડિયો સેટ, ૩૦ જીવતા દારૂગોળા, ૩૧ ખાલી કારતુસ, લગભગ ૨.૫ કિલો વજનનું વિસ્ફોટક, એક ૩૦૩ રાઇફલ, એક ૧૨ બોર ડબલ બેરલ બંદૂક અને એક પોમ્પી બંદૂક જપ્ત કરવામાં આવી હતી.
સુરક્ષા દળોએ થૌબલ જિલ્લાના બી ફેનોમ ગામમાંથી એક ૯ એમએમજી કાર્બાઇન અને એક મેગેઝિન, બે એસએમજી કાર્બાઇન મેગેઝિન, એક હેન્ડ ગ્રેનેડ, ૧૩ જીવતા કારતૂસ, એક ડિટોનેટર, બે ટાયર સ્મોક શેલ સોફ્ટ નોઝ અને બે રેડિયો સેટ જપ્ત કર્યા છે.
આસામ રાઇફલ્સે બુધવારે ચંદેલ જિલ્લાના સોંગખોમ અને ગુંજિલ ગામોમાંથી એક સ્વચાલિત હથિયાર(એફજીસી-૯) એમકે-ટુ(૯ મીમી), સાત જીવતા કારતૂસ, બે સ્થાનિક મોર્ટાર પોમ્પી, એક સ્થાનિક મોર્ટાર(પોમ્પી) બોંબ, એક સિંગલ બેરલ બંદૂક અને બે રેડિયો સેટ જપ્ત કર્યા હતા.
આ પણ વાંચો : મણિપુરમાં વિસ્ફોટકો પકડાયા
આ દરમિયાન સેનાપતિ જિલ્લાના ટી ખુલ્લેન નાકા ચેકપોસ્ટથી ૫૬ વર્ષીય એક વ્યક્તિની ૪.૮ એમએમ છરો એસબીબીએલ પ્લાસ્ટિક કારતૂસના નવ પેકેટ રાખવા બદલ ધરપકડ કરવામાં આવી હતી, એમ નિવેદનમાં જણાવાયું છે.