Manipur Unrest: NPP Withdraws Support from BJP Govt

મણિપુરમાં અનિયંત્રિત સ્થિતિ પર અમિત શાહની સમીક્ષા બેઠક, NPPએ સમર્થન પાછું ખેંચ્યું

ઇમ્ફાલઃ મણિપુરમાં ફરી હિંસા ફાટી નીકળ્યા બાદ રાજ્યમાં સ્થિતિ નિયંત્રણની બહાર થઈ ગઈ છે . શનિવારે ત્રણ મહિલાઓ સહિત છ લોકોની હત્યા બાદ ગુસ્સે ભરાયેલા ટોળાએ ભાજપના વિધાન સભ્યોના ઘર સળગાવી દીધા હતા ત્યાર બાદ અહીં અનિશ્ચિત કર્ફ્યુ લાદવામાં આવ્યો હતો. દરમિયાન કોનરાડ સંગમાના નેતૃત્વવાળી નેશનલ પીપલ્સ પાર્ટી (NPP)એ રવિવારે ભાજપની આગેવાની હેઠળની મણિપુર સરકારને આપેલું સમર્થન પાછું ખેંચી લીધું હતું. NPPએ મણિપુરના સીએમ એન બિરેન સિંહ પર રાજ્યમાં બગડતી પરિસ્થિતિને સંભાળવામાં નિષ્ફળ જવાનો આરોપ લગાવ્યો હતો. બીજી તરફ, ગૃહ પ્રધાન અમિત શાહે મણિપુરની સ્થિતિ પર અધિકારીઓ સાથે બેઠક કરી અને શાંતિ સુનિશ્ચિત કરવા પગલાં લેવાનો નિર્દેશ આપ્યો હતો.


Also read: Manipur Violence: મણિપુરમાં નવું સંકટ, એનપીપીએ ભાજપને આપેલું સમર્થન પાછું ખેંચ્યું…


મણિપુરમાં ઇમ્ફાલ ખીણના વિવિધ જિલ્લાઓમાં ગુસ્સે ભરાયેલા ટોળાએ ભારતીય જનતા પાર્ટી (BJP)ના વધુ ત્રણ વિધાન સભ્ય અને કોંગ્રેસના એક વિધાન સભ્યના ઘરને આગ ચાંપી દીધી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે દેખાવકારોએ રાજ્યના મુખ્ય પ્રધાન એન.બિરેન સિંહના પૈતૃક ઘર પર પણ હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો, જોકે, પોલીસે તેમને રોક્યા હતા. NPP (નેશનલ પીપલ્સ પાર્ટી) એ બગડતી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને લઈને મણિપુરમાં ભાજપની આગેવાની હેઠળની સરકારને સમર્થન પાછું ખેંચી લીધું છે. 60 સભ્યોની મણિપુર વિધાનસભામાં બહુમતીનો આંકડો 31 છે અને ભાજપ પાસે તેના પોતાના 32 વિધાન સભ્ય છે.

2022 માં વિધાનસભા ચૂંટણીના થોડા સમય પછી, JDU ના 6 માંથી 5 વિધાન સભ્ય ઔપચારિક રીતે ભગવા પક્ષમાં જોડાયા હતા, જેનાથી વિધાનસભામાં ભાજપના સભ્યોની સંખ્યા 37 થઈ ગઈ. આમ, મણિપુરમાં મુખ્ય પ્રધાન એન બિરેન સિંહની આગેવાની હેઠળની ભાજપ સરકાર પાસે પોતાના દમ પર બહુમતી છે. NPPના 7 ધારાસભ્યોએ ટેકો પાછો ખેંચી લીધા પછી પણ તેમની સરકાર અસ્થિર નહીં થાય.


Also read: Manipur Violence: કોંગ્રેસનો કેન્દ્ર સરકાર પર પ્રહાર, મલ્લિકાર્જુન ખડગેએ કર્યો આ કટાક્ષ


ઇમ્ફાલ ખીણ વિસ્તારમાં 11 નવેમ્બરની હિંસા બાદ જીરીબામના બોરોબેકરા વિસ્તારમાંથી એક જ પરિવારના છ લોકો – ત્રણ મહિલાઓ અને ત્રણ બાળકો ગુમ થઈ ગયા હતા. તમામ છ લોકો મેઇતી સમુદાયના છે અને જૂનમાં આ વિસ્તારમાં હિંસા ફાટી નીકળ્યા બાદ બોરોબેકરા પોલીસ સ્ટેશનમાં સ્થાપિત રાહત શિબિરમાં રહેતા હતા. મેઇતી સમુદાય આરોપ લગાવી રહ્યા છે કે તેઓનું અપહરણ સશસ્ત્ર હમાર માણસો દ્વારા કરવામાં આવ્યું હતું, જેઓ ઉગ્રવાદીઓ હોવાનું કહેવાય છે.


Also read: Manipur Violence: મણિપુરમાં હિંસા બેકાબુ, કેન્દ્ર સરકાર ચિંતિત, DG CRPF મણિપુર જવા રવાના


આ ઉગ્રવાદીઓએ જ 11 નવેમ્બરની સવારે બોરોબ્રેકા પોલીસ સ્ટેશન પર હુમલો કર્યો હતો. જવાબી કાર્યવાહીમાં CRPFએ 11 કુકી આતંકવાદીઓને ઠાર કર્યા. સુરક્ષા દળો સાથેની અથડામણ બાદ પીછેહઠ કરતી વખતે ઉગ્રવાદીઓએ બોરોબ્રેકા રાહત કેમ્પમાંથી 6 લોકોનું અપહરણ કર્યું હતું. ટૂંક સમય બાદ આ અપહરણ કરાયેલા લોકોના મૃતદેહો મળી આવ્યા હતા,જેને કારણે શનિવારે ઇમ્ફાલ ખીણના જુદા જુદા ભાગોમાં વિરોધીઓએ હિંસક પ્રદર્શન કર્યું, ત્યારબાદ અનિશ્ચિત સમય માટે કર્ફ્યુ લાદવામાં આવ્યો હતો.

સંબંધિત લેખો

Back to top button