નેશનલ

Manipur Violence : કેન્દ્ર સરકાર એક્શનમાં, ત્રણ કેસની તપાસ NIA ને સોંપવામાં આવી

નવી દિલ્હી : મણિપુરમાં હાલાત હજુ બેકાબૂ છે અને વધી રહેલી હિંસાના (Manipur Violence)પગલે કેન્દ્ર સરકાર એક્શનમાં આવી છે. જેમાં ગૃહ મંત્રાલયના આદેશ બાદ ત્રણ કેસોની તપાસ એનઆઇએને(NIA)સોંપવામાં આવી છે. આ કેસમાં મણિપુર પોલીસ કેન્દ્રીય એજન્સીને મદદ કરશે. આ ઘટનાઓને લીધે અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે.

ઇમ્ફાલમાં કર્ફ્યુ લાદવામાં આવ્યો

મણિપુરમાં હિંસક વિરોધની તાજેતરની ઘટનાઓ શનિવારે રાત્રે બની હતી. જેમાં 16 નવેમ્બરના રોજ જીરીબામ જિલ્લામાં ઉગ્રવાદીઓ દ્વારા ત્રણ મહિલાઓ અને ત્રણ બાળકોના અપહરણથી ગુસ્સે થયેલા લોકોએ રાજ્યના ત્રણ મંત્રીઓ અને છ ધારાસભ્યોના આવાસ પર હુમલો કર્યો હતો. જેની બાદ ઇમ્ફાલમાં અનિશ્ચિત સમય માટે કર્ફ્યુ લગાવી દેવામાં આવ્યો હતો.


Also read: મણિપુરમાં અનિયંત્રિત સ્થિતિ પર અમિત શાહની સમીક્ષા બેઠક, NPPએ સમર્થન પાછું ખેંચ્યું


નેશનલ પીપલ્સ પાર્ટીએ ટેકો પાછો ખેંચ્યો

મણિપુરમાં વધી રહેલી હિંસાને પગલે નેશનલ પીપલ્સ પાર્ટી (એનપીપી) એ રવિવારે ભાજપની આગેવાની હેઠળની સરકારને સમર્થન પાછું ખેંચ્યું હતું. તેમજ આક્ષેપ કર્યો હતો કે એન બિરેન સિંહ સરકાર કટોકટીનો ઉકેલ લાવવામાં અને પૂર્વોત્તર રાજ્યમાં સામાન્ય સ્થિતિને પુનઃસ્થાપિત કરવામાં સંપૂર્ણપણે નિષ્ફળ રહી છે.

NPP પાસે 60 સભ્યોની મણિપુર વિધાનસભામાં સાત ધારાસભ્યો છે અને સમર્થન પાછું ખેંચવાથી સરકારની સ્થિરતા પર કોઈ અસર થશે નહીં કારણ કે ભાજપ પાસે તેના 32 ધારાસભ્યો સાથે ગૃહમાં સંપૂર્ણ બહુમતી છે. ભાજપને નાગા પીપલ્સ ફ્રન્ટ(NPF)ના પાંચ ધારાસભ્યો અને જનતા દળ યુનાઈટેડ (JDU)ના છ ધારાસભ્યોનું સમર્થન પણ છે.


Also read: Manipur Violence: મણિપુરમાં નવું સંકટ, એનપીપીએ ભાજપને આપેલું સમર્થન પાછું ખેંચ્યું…


ધારાસભ્યોના નિવાસસ્થાનોને નિશાન બનાવવામાં આવ્યા

પોલીસના જણાવ્યા અનુસાર ટોળાએ ઇમ્ફાલમાં જુદા જુદા જિલ્લાઓમાં વરિષ્ઠ મંત્રી સહિત વધુ ત્રણ ભાજપ ધારાસભ્યો અને કોંગ્રેસના ધારાસભ્યના ઘરોને આગ લગાવી દીધી હતી. જ્યારે સુરક્ષા દળોએ મુખ્યમંત્રી એન બિરેન સિંહના પૈતૃક
ઘર પર હુમલો કરવાનો પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button