
ઇમ્ફાલ: હિંસાગ્રસ્ત રાજ્ય મણિપુરમાં જોઈન્ટ એક્શન કમિટી (જેએસી) એ તાખેલમ્બમ મનોરંજન સિંઘની હત્યા વિરુદ્ધ શનિવારે રાજ્યભરમાં 48 કલાકના બંધનું એલાન આપ્યા બાદ સામાન્ય જનજીવન પ્રભાવિત થયું છે.
રાજ્યવ્યાપી બંધ 20 જાન્યુઆરીના રોજ સવારે 5 વાગ્યે અમલમાં આવ્યો હતો અને 22 જાન્યુઆરીના રોજ સવારે 5 વાગ્યા સુધી ચાલુ રહેશે. ગુરુવારે (17 જાન્યુઆરી) ઇમ્ફાલ પૂર્વમાં કાંગચુપ ચિંગખોંગમાં શંકાસ્પદ સશસ્ત્ર ટોળા દ્વારા ગ્રામ રક્ષક તાખેલમ્બમ મનોરંજન સિંહ હત્યા કરવામાં આવી હતી.
મીડિયાને આપેલા નિવેદનમાં, JAC કન્વીનરે જણાવ્યું હતું કે મુખ્ય પ્રધાનને એક મેમોરેન્ડમ સુપરત કરવામાં આવ્યું હતું, જેમાં તેમની માંગણીઓ પૂરી કરવા માટે 24 કલાકની ડેડ લાઈન આપવામાં આવી છે. જેએસીએ આરોપ લગાવ્યો છે કે કુકી હુમલાખોરો દ્વારા કરવામાં આવેલા હુમલામાં તાખેલમ્બમ મનોરંજન સિંહનું મોત થયું હતું.
શનિવારે, બંધનું એલાન આપતા, સમિતિએ આક્ષેપ કર્યો હતો કે નિર્ધારિત સમયમર્યાદામાં સરકારે માંગનો હકારાત્મક પ્રતિસાદ આપ્યો ન હતો.
JACની માંગણીક છે કે રાજ્યમાંથી બિનઅસરકારક કેન્દ્રીય દળોને દૂર કરવા અને રાજ્યના દળોને તૈનાત કરવામાં આવે, કુકી આતંકવાદી જૂથો અને સરકાર વચ્ચે થયેલા SoO(સસ્પેન્શન ઓફ ઓપરેશન) કરાર પાછો ખેંચમાં આવે.
બંધને કારણે ઈમ્ફાલ અને અન્ય જિલ્લાઓમાં રહેતા લોકોના સામાન્ય જીવનને અસર થઈ છે. મહત્વપૂર્ણ બજારો બંધ છે. માત્ર આવશ્યક સેવાઓ અને ધાર્મિક કાર્યક્રમોને જ બંધ માંથી મુક્તિ આપવામાં આવી છે. આ ઉપરાંત બેંકો, વેપારી સંસ્થાઓ અને શૈક્ષણિક સંસ્થાઓ પણ બંધ રહી. કેટલાક ખાનગી વાહનોને બાદ કરતાં, તમામ આંતર-રાજ્ય, આંતર-જિલ્લા અને આંતર-સ્થાનિક પરિવહન સેવાઓ પણ શનિવારે સ્થગિત રહી.
જેએસીએ સરકારને તમામ વિસ્તારોમાં ગ્રામ સુરક્ષા દળોની રચના કરવાની મંજૂરી આપવા વિનંતી કરી છે અને કાંગચુપ હિલ રેન્જમાં વધારાના સુરક્ષા દળોની માંગણી કરી હતી.
મંગળવારથી, તેંગનોપલ, થોબલ, બિષ્ણુપુર અને ઇમ્ફાલ પશ્ચિમ જિલ્લામાં થયેલી તાજેતરની અથડામણોમાં બે પોલીસકર્મીઓ સહિત સાત લોકો માર્યા ગયા છે અને ત્રણ બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF) ના જવાનો સહિત સંખ્યાબંધ લોકો ઘાયલ થયા છે.