ઇમ્ફાલ: મણિપુરમાં પુનઃ શાંતિની સ્થાપિત કરવાની માંગને લઈને થઈ રહેલા પ્રદર્શનો થોભવાનું નામ નથી લઈ રહ્યા. ત્યારે રાજ્યના ત્રણ જિલ્લાઓમાં કર્ફ્યૂ લગાવી દેવામાં આવ્યો છે. ઇમ્ફાલ પૂર્વ અને પશ્ચિમ જિલ્લાઓમાં ઘર છોડી રહેલા લોકોને રોકવા માટે અનિશ્ચિતકાલીન કર્ફ્યૂ લગાવવામાં આવ્યું છે. જ્યારે થૌબલમાં ભારતીય નાગરિક સંરક્ષણ સંહિતા (BNSS) ની કલમ 163 (2) હેઠળ પ્રતિબંધિત આદેશો લાદવામાં આવ્યા છે.
જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જારી કરવામાં આવેલા આદેશમાં જણાવાયું છે કે, “જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિના ખરડાવાને કારણે, કર્ફ્યુમાં છૂટછાટ સંબંધિત અગાઉના આદેશોને 10 સપ્ટેમ્બરના રોજ સવારે 11 વાગ્યાથી તાત્કાલિક અસરથી રદ કરવામાં આવ્યા છે, તેથી આગામી આદેશો સુધી તાત્કાલિક અસરથી ઈમ્ફાલ પૂર્વ જિલ્લામાં સંપૂર્ણ કર્ફ્યુ લાદવામાં આવ્યો છે.”
ઇમ્ફાલ પશ્ચિમ જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જારી કરવામાં આવેલ આદેશમાં જણાવવામાં આવ્યું હતું કે, “સરકાર દ્વારા અગાઉ કર્ફ્યૂમાં છૂટછાટના આદેશોને 11 વાગ્યાથી રદ કરવામાં આવ્યો છે.” આદેશમાં કહેવાયું છે કે “લોકોને તેમના રહેઠાણોની બહાર જવા પરનો પ્રતિબંધ ગયા વર્ષે 1 સપ્ટેમ્બરથી હટાવવામાં આવ્યો હતો. અગાઉ 10 સપ્ટેમ્બર માટે કર્ફ્યુમાં છૂટછાટ સવારે 5 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી હતી, પરંતુ તાજેતરના આદેશે તેને સમાપ્ત કરી દીધી છે. જો કે, મીડિયા, વીજળી, કોર્ટ અને આરોગ્ય સહિતની આવશ્યક સેવાઓને કર્ફ્યુની બહાર રાખવામાં આવી છે.
આ પણ વાંચો : મણિપુરમાં હિંસાની ઘટનાઓ બાદ રાજ્યપાલને મળ્યા CM, મેમોરેન્ડમ સોંપ્યું
વિદ્યાર્થીઓનો આરોપ છે કે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને સંભાળવામાં ડીજીપી અને સુરક્ષા સલાહકાર અસમર્થ છે. થૌબલમાં કર્ફ્યુ લાદવામાં આવ્યા બાદ પાંચ કે તેથી વધુ લોકોના ભેગા થવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે કારણ કે પોલીસનો દાવો છે કે સોમવારે જિલ્લામાં વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓમાંથી એકે ગોળીબાર કર્યો હતો, જેમાં એક પોલીસકર્મી ઘાયલ થયો હતો. આ પરિસ્થિતિને લઈને વિવિધ શાળાઓ અને કોલેજોના સેંકડો વિદ્યાર્થીઓએ ઈમ્ફાલમાં ખ્વાઈરામબંદ મહિલા માર્કેટમાં સ્થાપિત શિબિરોમાં રાત વિતાવવી પડી હતી.