નેશનલ

બોલો, મણિપુરમાં પીડિતોને કુલ પાંચ કરોડની સહાય પણ સરકાર પાસે તોને કોઇ ડેટા નથી…

ઇમ્ફાલ: મણિપુરમાં અનુસૂચિત જનજાતિના દરજ્જાની માંગણીને લઈને મૈતઈ અને કુકી સમુદાયો વચ્ચે ઘણા સમયથી અથડામણો ચાલી રહી છે. અને તેના કારણે અત્યાર સુધીમાં 180 લોકોના મોત પણ થયા છે. 3 મેના રોજ મૈતાઈ અને કુકી લોકો વચ્ચે ફાટી નીકળેલી હિંસાએ ગંભીર સ્વરૂપ ધારણ કર્યું હતું. જેમાં આગ લગાડવાથી લઈને બળાત્કાર સુધીની ઘટનાઓ બની હતી. મણિપુર હિંસા અંગે 20 નવેમ્બરના રોજ સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમા મણિપુર સરકારે સુપ્રીમ કોર્ટને કહ્યું હતું કે 3 મેના રોજ બળાત્કાર અને અન્ય ગુનાહિત ઘટનાઓનો ભોગ બનેલી મહિલાઓને 5 કરોડ રૂપિયાની સહાય આપવામાં આવી છે. રાજ્ય સરકારે કોર્ટને એમ પણ જણાવ્યું કે આ રકમ સમર્પિત બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવી છે. પરંતુ પ્રશ્ર્ન એ છે કે સરકારે આ રકમ કયા ફંડમાંથી આપી કે પછી કેટલી મહિલાને સહાય આપી તેની કોઇ માહિતી સરકાર પાસે નથી. તો પછી મણિપુર રાજ્ય સરકારે આટલી મોટી રકમ કયા ખાતામાંથી કોના ખાતામાં ટ્રાન્સફર કરી તેમજ કોને કેટલી રકમ આપવામાં આવી તે પણ એક મહત્વનો મુદ્દો છે.

મણિપુર હિંસાનો ભોગ બનેલી મહિલાઓને રૂ. 5 લાખથી રૂ. 10 લાખ સુધીની સહાયની રકમ આપવામાં આવી રહી છે. હિંસામાં મૃત્યુ પામેલી અથવા સામૂહિક બળાત્કારનો ભોગ બનેલી મહિલાઓને 5 લાખ રૂપિયાથી લઈને 10 લાખ રૂપિયા સુધીની સહાય આપવામાં આવી છે. તે જ રાજ્ય સરકારે એ પણ માહિતી આપી હતી કે હિંસામાં ઘાયલ મહિલાઓ માટે 1 લાખથી 9 લાખ રૂપિયા સુધીની સહાયની રકમ બેંકમાં ટ્રાન્સફર કરવામાં આવી છે. અને આ રીતે કુલ 5 કરોડ રૂપિયા અલગ અલગ ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે.


નોંધનીય છે કે સુપ્રીમ કોર્ટની સૂચના પર રાજ્ય સરકારે પીડિતોને સહાય આપવા માટે યોજના શરૂ કરી હતી.
મણિપુર હિંસા દરમિયાન ગામમાં બે મહિલાઓને નગ્ન અવસ્થામાં લઈ જવામાં આવી હોવાનો વીડિયો પણ વાઇરલ થયો હતો. વીડિયોમાં હજારો લોકોની ભીડ જોવા મળી રહી છે અને કેટલાક છોકરાઓ હથિયાર લઈને આવી રહ્યા છે. ઘટનાના દિવસે હજારો લોકોના બેકાબૂ ટોળાએ ગામમાં હુમલો કર્યો હતો. પોલીસે નોંગપોક સેકમાઈ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા સશસ્ત્ર બદમાશો વિરુદ્ધ અપહરણ, સામૂહિક બળાત્કાર અને હત્યાનો કેસ નોંધ્યો હતો. મહિલાઓ સાથે બનેલી આ ઘટનામાં સીબીઆઈએ છ લોકોને મુખ્ય આરોપી બનાવ્યા હતા

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button