નેશનલ

મણિપુરમાં વધુ ૪૨ હથિયારનું સમર્પણઃ હથિયારો જમા કરાવવાની મુદત વધારી…

ઇમ્ફાલઃ હિંસાગ્રસ્ત મણિપુરના પાંચ જિલ્લાઓમાં લોકોએ વધુ ૪૨ હથિયારો અને કારતૂસોનું સમર્પણ કર્યું હોવાનું પોલીસે જણાવ્યું હતું. એક પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર ઇમ્ફાલ પશ્ચિમ અને પૂર્વ, ચુરાચંદપુર, બિષ્ણુપુર અને તામેંગલોંગ જિલ્લામાં હથિયારો જમા કરવામાં આવ્યા હતા. વિષ્ણુપુર જિલ્લામાં બે પિસ્તોલ, છ ગ્રેનેડ અને ૭૫થી વધુ કારતૂસ સહિત પાંચ હથિયારોનું સમર્પણ કરવામાં આવ્યું હતું.

તામેંગલોંગ જિલ્લાના કાઇમાઇ પોલીસ સ્ટેશનમાં ૧૭ દેશી બનાવટની બંદૂકો, નવ ‘પોમ્પી'(સ્થાનિક રીતે બનાવેલા મોર્ટાર) અને કારતૂસ સમર્પણ કરવામાં આવ્યા હતા. પોલીસ અધિકારીએ જણાવ્યું કે યાઇનગંગપોકપી, પોરોમપટ, ચુરાચંદપુર અને લમસંગ પોલીસ સ્ટેશનમાં ઓછામાં ઓછા ૧૦ હથિયારો અને કારતૂસોનું સમર્પણ કરવામાં આવ્યું હતું.

Also read : હરિયાણામાં કોંગ્રેસની 23 વર્ષીય મહિલા કાર્યકર્તાનો મૃતદેહ સુટકેસમાંથી મળી આવતા રાજકીય ખળભળાટ

ઇમ્ફાલ પશ્ચિમ જિલ્લાના સાઇરેમખુલમાં શનિવારે સર્ચ ઓપરેશન દરમિયાન ૨૦ રાઉન્ડ દારૂગોળો ભરેલા એક મેગેઝિન સાથે એક ઇન્સાસ એલએમજી, એક એકે-૫૬ રાઇફલ, ત્રણ એસએલઆર રાઇફલ, એક એસએમજી ૯ એમએમ કાર્બાઇન, એક .૩૦૩ રાઇફલ, એક ડીબીબીએલ બંદૂક, ડેટોનેટર વિનાના ચાર ગ્રેનેડ, એક ચાઇનીઝ હેન્ડ ગ્રેનેડ અને અન્ય સામાન પણ જપ્ત કરવામાં આવ્યો હતો.

સુરક્ષા દળોએ કાંગપોક્પી જિલ્લામાં થિંગસેટ હિલ રેન્જ હેઠળના માર્ક હિલ ખાતે બે ગેરકાયદે બંકરો પણ તોડી પાડ્યા હતા. શનિવારે કાંગપોકપી અને ઇમ્ફાલ પૂર્વ જિલ્લાઓના નજીકના વિસ્તારમાં વાકન પહાડ શૃંખલામાં ત્રણ અન્ય ગેરકાયદે બંકરોનો નાશ કરવામાં આવ્યો હતો.

નોંધનીય છે કે રાજ્યપાલ અજય કુમાર ભલ્લાએ ૨૦ ફેબ્રુઆરીએ લડતા જૂથોને સુરક્ષા દળો પાસેથી લૂંટેલા અને ગેરકાયદે રાખવામાં આવેલા હથિયારોને સાત દિવસની અંદર સ્વેચ્છાએ જમા કરાવવા વિનંતી કરી હતી. બાદમાં વધારાના સમયની માંગને પગલે સમયમર્યાદા વધારીને ૬ માર્ચના રોજ સાંજે ૪ વાગ્યા સુધી કરવામાં આવી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button