નેશનલ

Manipur માં ક્યાંથી આવી રહ્યા છે આધુનિક હથિયારો, એક્સપોઝ થયો આકાશી હુમલાનો જમીની રુટ…

ઇમ્ફાલ : મણિપુર(Manipur)છેલ્લા 1 વર્ષ અને 4 મહિનાથી હિંસાની આગમાં સળગી રહ્યું છે. તેમજ જનજીવન હજુ પણ સામાન્ય નથી થયું. દરરોજ હિંસાની જ્વાળાઓ ક્યાંક ને ક્યાંક ભડકી રહી છે અને નિર્દોષ લોકો તેનો શિકાર બની રહ્યા છે. તેમજ સમયની સાથે હિંસા માટે નવા હથિયારો પણ જોવા મળી રહ્યા છે. જેમાં ગઈકાલ સુધી જે લોકો હાથમાં લાકડીઓ રાખતા, આગ લગાવતા અને તોડફોડ કરતા હતા તેઓ હવે ડ્રોન અને રોકેટ લોન્ચર વડે હુમલો કરી રહ્યા છે. જો કે, મોટો પ્રશ્ન એ છે કે આ બળવાખોરો પાસે આધુનિક હથિયારો ક્યાંથી આવે છે. તેમને હાઈટેક હથિયારોનો ભંડાર કોણ આપી રહ્યું છે.

આ પણ વાંચો : Manipur violence: પરિસ્થિતિ વધુ વણસી, ઈન્ટરનેટ સસ્પેન્ડ-કોલેજો બંધ, કેન્દ્રના હસ્તક્ષેપની માંગ

આકાશી હુમલાનો જમીની રુટ

મણિપુર છેલ્લા કેટલાક દિવસોથી ડ્રોન હુમલાનો સામનો કરી રહ્યું છે. ઇમ્ફાલ પશ્ચિમમાં કદમબન વિસ્તારને ઘણા ડ્રોન હુમલાઓનો સામનો કરવો પડ્યો છે. અહીં 2 સપ્ટેમ્બરે પહેલો ડ્રોન બોમ્બ હુમલો થયો હતો. સૌથી મોટો ભય KPI વિસ્તારમાં છે. આ વિસ્તારમાં એક તરફ નાગા અને બીજી બાજુ કુકી છે. આ વિસ્તારમાં કાંગપોપકી વિસ્તાર છે જ્યાં સિંગાદમ ડેમ પણ છે. તેની બાજુમાં એલાઇડ પર્વત છે અને તેની ટોચ પરથી ડ્રોન ચલાવવામાં આવે છે. અહીંથી ડ્રોન ઓપરેટ કરવામાં આવે છે અને ટાર્ગેટ કરવામાં આવે છે.

હુમલાખોરો પાસે ખતરનાક હથિયારો

ડ્રોન હુમલા સિવાય બળવાખોરો પાસે ઘણા ખતરનાક હથિયારો પણ છે. તેમની પાસે L9A1 51 mm લાઇટ મોર્ટાર જેવા હથિયારો છે. આ એક હાઈ એક્સપોઝ બોમ્બ છે. હુમલાખોરોએ જણાવ્યું કે તેઓ શિલોંગમાં NEPA પણ ગયા હતા અને પોલીસ ટ્રેનિંગ એકેડમીમાં યોગ્ય તાલીમ લીધી હતી. A1-51 મોર્ટાર ઉપરાંત, તેમની પાસે AK-47, INSAS રાઇફલ, ઇસાપોર ફેક્ટરીમાં બનેલી 7.64 mm સેલ્ફ-લોડિંગ રાઇફલ્સ અને સ્ટેન કાર્બાઇન જેવા હથિયારો પણ છે. ઘણા અહેવાલોમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે આ હથિયારો ચીન અને મ્યાનમાર જેવા દેશોમાંથી મણિપુરને સપ્લાય કરવામાં આવી રહ્યા છે.

આ પણ વાંચો : Manipurમાં હિંસાચાર ચાલુ રહેતા સીએમ બિરેન સિંહે ઉઠાવ્યું આ કદમ

બચવા માટે ગાઢ જંગલોમાં બંકરનો આશરો લીધો

લોકોએ ડ્રોન દ્વારા વિસ્ફોટક હુમલાઓથી પોતાને બચાવવા માટે બંકરો બનાવ્યા છે. સ્થાનિક લોકોએ કદમબન વિસ્તારમાં ઘણી જગ્યાએ બંકર બનાવ્યા છે. હુમલાની માહિતી વોકી ટોકી દ્વારા એકબીજાને આપવામાં આવે છે જેથી સમયસર બંકરોમાં છુપાઈને લોકો જીવ બચાવી શકે. લોકો 24 કલાક રોટેશન મુજબ ડ્યુટી કરે છે. તેમને પોલીસની મદદ મળે છે.

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker