મણીપુરમાં રાષ્ટ્રપતિ શાસન વધુ છ માસ લંબાવવાનો નિર્ણય, સંસદમાં રજુ કરાશે પ્રસ્તાવ | મુંબઈ સમાચાર

મણીપુરમાં રાષ્ટ્રપતિ શાસન વધુ છ માસ લંબાવવાનો નિર્ણય, સંસદમાં રજુ કરાશે પ્રસ્તાવ

નવી દિલ્હી : દેશના પૂર્વોત્તર રાજ્ય મણીપુરમાં સતત થાળે પડેલી સ્થિતિના પગલે કેન્દ્ર સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. જેમાં મણીપુરમાં લાગુ રાષ્ટ્રપતિ શાસનને વધુ છ માસ લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મણીપુરમાં ફાટી નીકળેલી
જાતીય હિંસા બાદ કેન્દ્ર સરકારે 13 ફેબ્રઆરી 2025ના રોજ રાષ્ટ્રપતિ શાસન લાગુ કર્યું હતું. જેને હવે 13 ઓગસ્ટ 2025થી વધુ છ મહિના લંબાવવામાં આવશે. આ અંગે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ સંસદમાં પ્રસ્તાવ રજુ કરશે.

બંધારણના અનુચ્છેદ 356 હેઠળ રાષ્ટ્રપતિ શાસન લંબાવાશે

મણીપુરમાં લાગુ રાષ્ટ્રપતિ શાસનને વધુ છ માસ લંબાવવામાં રાજયસભામાં એક નોટીસ જાહેર કરવામાં આવી છે. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ દ્વારા આ પ્રસ્તાવને સ્વીકાર કરવા જણાવવામાં આવ્યું છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, આ ગૃહ રાષ્ટ્રપતિ દ્વારા બંધારણના અનુચ્છેદ 356 હેઠળ મણીપુર અંગે 13 ફેબ્રઆરી 2025ના રોજ જાહેર કરવામાં
આવેલી સુચનાને 3 ઓગસ્ટ 2025થી વધુ છ માસ સુધી લંબાવવા સુધી લાગુ રાખવા અનુમોદન કરે છે.

મણીપુરમાં હાલ સ્થિતિ ધીરે ધીરે કાબુમાં

ઉલ્લેખનીય છે કે, મણીપુરમાં હાલ સ્થિતિ ધીરે ધીરે કાબુમાં આવી રહી છે. પરંતુ હજુ સ્થિતિ સંપૂર્ણ કાબુમાં નથી. રાજ્યમાં મે 2023થી મેઈતી અને કુકી સમુદાય વચ્ચે જાતીય હિંસામાં અત્યાર સુધી 260થી વધુ લોકોના મોત થયા છે. તેમજ આ હિંસાના લીધે રાજ્યના હજારો લોકો બેઘર થયા છે. મણીપુરના સીએમ એન. બીરેન સિંહે રાજીનામું આપ્યા
બાદ કેન્દ્ર સરકારે 13 ફેબ્રુઆરી 2025ના રોજથી રાષ્ટ્રપતિ શાસન લાગુ કરી દીધું છે. તેમજ રાજ્ય વિધાનસભાનો કાર્યકાળ વર્ષ 2027 સુધીનો હતો. જેને હાલ સ્થગિત કરવામાં આવી છે.

આ પણ વાંચો…મણિપુરમાં સુરક્ષા દળોનુ સંયુક્ત ઓપરેશન: 203 હથિયાર, IED અને ગ્રેનેડ સહિતનો ગેરકાયદે જથ્થો જપ્ત

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »
Back to top button