નવી દિલ્હી : મણિપુરમાં(Manipur)સોમવારથી શરૂ થતાં વિધાનસભા સત્ર પૂર્વે એક નવો રાજકીય વળાંક આવ્યો છે. જેમાં મણિપુરમાં ભડકેલી હિંસા બાદ વિપક્ષ સતત મુખ્યમંત્રી એન.બિરેન સિંહના રાજીનામાંની માગ કરતું હતું . જ્યારે આજે મુખ્યમંત્રી એન બિરેન સિંહે રાજ્યપાલને મળીને પોતાનું રાજીનામું સુપરત કર્યું હતું.
Also read : દિલ્હીમાં ભાજપની સરકારઃ સીએમ ક્યારે લેશે શપથ, જાણો લેટેસ્ટ અપડેટ
બિરેન સિંહે મણિપુરમાં થયેલી હિંસા માટે લોકોની માફી માંગી હતી
મણિપુરના સીએમ એન. બિરેન સિંહ આજે દિલ્હીમાં ગૃહમંત્રી અમિત શાહને મળ્યા હતા. ત્યારબાદ તેમણે સાંજે રાજીનામું આપી દીધું. જ્યારે મોડી સાંજે ધારાસભ્ય પક્ષની બેઠક થશે.જેમાં પાર્ટી હાઇકમાન્ડ સાથે વાત કર્યા પછી નવા નેતાની પસંદગી કરવામાં આવશે. ગત વર્ષે મુખ્યમંત્રી બિરેન સિંહે મણિપુરમાં થયેલી હિંસા માટે લોકોની માફી માંગી હતી.
Also read : દિલ્હી ચૂંટણીઃ ત્રિલોકપુરીની સીટ પર ભાજપના ઉમેદવારે કર્યો ચમત્કાર, કેટલા મતથી જીત્યા?
દેશ તેમને ક્યારેય માફ નહીં કરે : કોંગ્રેસ
આ ઉપરાંત મણિપુર વિધાનસભાનું સત્ર 10 ફેબ્રુઆરી 2025 ના રોજ શરૂ થવાનું હતું. વિપક્ષ મણિપુર સરકાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાની તૈયારી કરી રહ્યું હતું. કોંગ્રેસે કહ્યું કે એન બિરેન સિંહને બે વર્ષ પહેલા જ બરતરફ કરી દેવા જોઈતા હતા. કોંગ્રેસના નેતા આલોક શર્માએ કહ્યું, દેશ તેમને ક્યારેય માફ નહીં કરે. મણિપુરના ધારાસભ્યોનો અંતરાત્મા જાગી ગયો છે. તેમણે મજબૂરીમાં રાજીનામું આપ્યું છે.