બેન-દીકરીઓની છેડછાડ કરી તો ખેર નથીઃ યોગીનો હુંકાર
ઉત્તર પ્રદેશ ગુનાખોરી અને મહિલાઓ પરના અત્યાચાર માટે જાણીતું છે ત્યારે મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે પોતાના ભાષણમાં દીકરીઓને પરેશાન કરવાની માનસિકતા ધરાવતા છેલબટાઉ છોકરા-પુરુષોને ચેતાવણી આપી હતી.
યોગી આદિત્યનાથે ગુરુવારે બાગપત જિલ્લાને મોટી ભેટ આપી છે. અહીં તેમણે 351 કરોડની 311 વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસના કાર્યક્રમોમાં હાજરી આપી હતી. તેમજ વિવિધ યોજનાઓના લાભાર્થીઓને ટેબલેટ/સ્માર્ટફોન/પ્રમાણપત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમણે સૌથી પહેલા સીએમ યોગી આદિત્યનાથ બાગપતના નાંગલ ભગવાનપુર ગામ પહોંચ્યા અને શ્રીમદ ભાગવત કથાનું ઉદ્ઘાટન કર્યું.
આ પ્રસંગે સીએમ યોગીએ સભા સંબોધન કરતા જણાવ્યું કે સુરક્ષા આપણી પ્રાથમિકતા છે. કોઇપણ દીકરીની સુરક્ષા સાથે બાંધછોડ નહીં થાય. જે પણ યુવતીઓ-મહિલાઓની સુરક્ષાને લઇને બાંધછોડ કરશે તેને છોડવામાં નહી આવે તેમ જણાવ્યું હતું. વધુમાં જણાવ્યું કે ખેડૂતોની સંપત્તિ પર કોઇ જબરદસ્તી કબ્જો નહી કરી શકે. કોઇ વેપારીને જબરદસ્તી હેરાનગતિ નહી કરી શકે અને જો કોઇએ આવું કર્યુ તો તેની કિંમત ચૂકવવા તૈયાર રહેવુ પડશે.
યોગી તેમની કડક ભાષા અને સખત અભિગમ માટે જાણીતા છે.