ટોપ ન્યૂઝનેશનલ

મણિશંકર ઐય્યરે ફરીથી ગાંધી પરિવાર પર સાધ્યું નિશાનઃ રાજીવ ગાંધી મામલે કહ્યું કે…

નવી દિલ્હીઃ કૉંગ્રેસ નેતા મણિશંકર અય્યર ઘણા સમયથી પોતાના જ પક્ષને નિશાન બનાવી રહ્યા છે. હવે તેમણે કૉંગ્રેસ જ નહીં પણ ગાંધી પરિવાર પર નિશાન સાધ્યું છે અને ભૂતપૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધીના અભ્યાસ મામલે ચોંકાવનારા આક્ષેપો કર્યા છે.

દેશના સૌથી યુવા વડા પ્રધાન રાજીવ ગાંધી વ્યાવસાયે પાયલટ હતા અને ખૂબ પ્રતિષ્ઠિત એવી કેમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી તેમણે અભ્યાસ કર્યો હતો ત્યારે તેમના પર નિશાન સાધતા મણિશંકર ઐય્યરે દાવો કર્યો હતો કે રાજીવ ગાંધી બે વાર ફેલ થયા હતા. કેમ્બ્રિજ યુનવિર્સિટી પોતાની શાખ બનાવી રાખવા મોટાભાગના વિદ્યાર્થીઓને ફર્સ્ટ ક્લાસ જ આપે છે, ત્યાં ફેલ થવું અઘરું છે ત્યારે રાજીવ ગાંધી ત્યાં બે વાર ફેલ થયા હતા. ત્યારબાદ તેઓ લંડનની ઈમ્પિરિયર કૉલેજમાં ગયા અને ત્યાં પણ બે વાર ફેલ થઈ ગયા. પરીક્ષામાં નાપાસ થયેલાને વડા પ્રધાન કઈ રીતે બનાવી શકાય, તેવો સવાલ પણ તેમણે કર્યો છે.

ભાજપને મળી ગયો મુદ્દો
વડા પ્રધાન નરેન્દ્ર મોદીની એકેડેમિક ડિગ્રી મામલે ઘણા વિવાદો થયા છે. આપના અધ્યક્ષ અરવિંદ કેજરીવાલ આ મામલે કોર્ટમાં પણ ધા નાખી ચૂક્યા છે ત્યારે હવે ખુદ કૉંગ્રેસના નેતા અને પૂર્વ વડાં પ્રધાન ઈન્દિરા ગાંધીના પુત્ર રાજીવ ગાંધી જ બે વાર પરીક્ષામાં ફેલ થયાની ઐય્યરની ક્લિપ ભાજપના આઈટી સેલના અધ્યક્ષ અમિત માલવિયાએ ટ્વીટ કરી છે. કૉંગ્રેસને ઘેરવા માટે ભાજપને એક નવો મુદ્દો મળી ગયો છે.

આ પણ વાંચો…ભારતમાં કુબેરપતિઓ વધી રહ્યા છે; 5 વર્ષમાં અબજોપતિઓની સંખ્યામાં આટલા ગણી વધી

કૉંગ્રેસે શું કહ્યું
કૉંગ્રેસ અગાઉ પણ ઐય્યરને ભાજપના સ્લીપર સેલ કરી ચૂકી છે ત્યારે તેમના આ નિવેદન બાદ તારીક અનવરે કહ્યું હતું કે ફેલ થવું તે કોઈ મોટી વાત નથી. ઘણા વિદ્યાર્થીઓ હોશિયાર હોવા છતાં ફેલ થાય છે, પરંતુ રાજીવ ગાંધીને જ્યારે રાજનીતિની જવાબદારી સોંપવામાં આવી ત્યારથી તેઓ ફેલ નથી થયા. ખૂબ ઓછા સમયમાં વડા પ્રધાન તરીકે તેમણે ઘણા સારા કામ કર્યા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button