કેરીના ગોટલામાંથી બનાવેલી રાબ ખાવાથી બે લોકોના મોત, છ હોસ્પિટલમાં દાખલ

બ્રહ્મપુર (ઓડિશા): ઓડિશાના કંધમાલ જિલ્લામાં કથિત રીતે કેરીના ગોટલામાંથી બનાવેલી રાબ ખાવાથી ઓછામાં ઓછી બે મહિલાઓના મોત થયા અને અન્ય છ બીમાર પડ્યા હતા, એમ પોલીસે જણાવ્યું હતું.
એક અધિકારીએ જણાવ્યું કે દારિંગબાડી બ્લોક હેઠળના મંડીપાંકા ગામમાંથી કેરીના ગોટલામાંથી બનાવેલી રાબ ખાવાથી મોત થયાની જાણકારી મળી હતી. આ રાબને દૂધ અથવા પાણીમાં ઉકાળીને બનાવવામાં આવે છે.
ગદાપુરના સરપંચ કુમારી મલિકે જણાવ્યું હતું કે ગુરુવારે રાત્રે ગજપતિ જિલ્લાના મોહના કોમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં સારવાર દરમિયાન બે મહિલાઓમાંથી એકનું મોત થયું હતું. પંચાયત સદસ્યએ જણાવ્યું કે બીમાર પડ્યા બાદ બીજી મહિલાને શુક્રવારે સવારે એમકેસીજી મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી, જ્યાં તેણીનું મૃત્યુ થયું હતું.
આ પણ વાંચો :ઓડિશાના પૂર્વ સીએમની સુરક્ષા ઘટાડીઃ હવે વાય શ્રેણીની સુરક્ષા આપી
આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ડૉક્ટર સુબ્રત દાસે જણાવ્યું હતું કે કથિત રીતે રાબ ખાવાથી બીમાર પડેલા અન્ય છ લોકોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને તેમની સ્થિતિ ગંભીર છે.
તેમણે કહ્યું હતું કે તમામ છ લોકોને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અમને શંકા છે કે તેઓ ફૂડ પોઈઝનિંગને કારણે બીમાર પડ્યા હતા. તપાસ પૂર્ણ થયા બાદ બીમારી પાછળનું ચોક્કસ કારણ જાણી શકાશે.