Mangal Gochar: 20મી ઓક્ટોબર સુધી આ રાશિના જાતકોનો હશે Golden Period…
ગ્રહોના સેનાપતિ મંગળને જ્યોતિષશાસ્ત્રમાં ખૂબ જ મહત્ત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. મંગળને જ્યોતિષાચાર્યો લાલ ગ્રહ તરીકે પણ ઓળખે છે. મંગળના ગોચરને કારણે 12-12 રાશિના જાતકોની સાથે સાથે જ દેશ-દુનિયા પર પણ તેની અસર જોવા મળે છે. પાંચ દિવસ બાદ એટલે કે 26મી ઓગસ્ટના દિવસે મંગળનું ગોચર થવા જઈ રહ્યું છે મંગળનું આ ગોચર કેટલીક રાશિના જાતકો માટે ખૂબ જ ભાગ્યશાળી સાબિત થવાનું છે. 26મી ઓગસ્ટના મંગળ મિથુન રાશિમાં ગોચર કરશે અને 20મી ઓક્ટોબર સુધી આ જ રાશિમાં બિરાજમાન રહેશે. ચાલો જોઈએ કઈ કઈ છે આ ભાગ્યશાળી રાશિઓ કે જેમના માટે મંગળનું આ ગોચર મંગળદાયી રહેવાનો છે-
મંગળના ગોચરથી વૃષભ રાશિના જાતકોની આર્થિક સ્થિતિમાં સુધારો થઈ રહ્યો છે, દરેક કામમાં સફળતા મળી રહી છે. કોઈ જૂના રોકાણથી લાભ થઈ રહ્યો છે. પ્રોફેશનલ લાઈફમાં પ્રમોશન મળી શકે છે. વેપારીઓને આ સમયગાળામાં મનચાહ્યો લાભ થઈ રહ્યો છે. આવકના નવા નવા સ્રોત ઊભા થઈ રહ્યા છે.
સિંહ રાશિના જાતકો માટે મંગળનું ગોચર આર્થિક સફળતાથી સાથે સાથે જ પ્રોફેશનલ લાઈફમાં પણ સફળતા મળી રહી છે. આ સમયે તમે કેટલાક પ્રભાવી લોકો સાથે મુલાકાત કરશો. ઓફિસમાં નવી ઓળખાણ બનાવવામાં સફળ થશો. નોકરી માટે સારા સારા પ્રસ્તાવ મળી શકે છે. પારિવારિક જવાબદારીઓ ખૂબ જ સારી રીતે નિભાવી શકશો.
મકર રાશિના જાતકો માટે મંગળનું ગોચર જીવનમાં મંગળ મંગળ જ થઈ રહ્યું છે. તમારા સાહસ અને આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થઈ રહી છે. કામના સ્થળે સહકર્મચારીઓનો સંપૂર્ણ સાથ-સહકાર મળી રહ્યો છે. વેપારમાં એક્સપાન્શન માટે આ સમયગાળો ખૂબ જ સારો છે. તમે તમારા લક્ષ્યને પામવામાં સફળ રહેશો. આર્થિક સ્થિતિ સુધરી રહી છે. કોઈ મોટા ખર્ચને પહોંચી વળશો.
મિથુન રાશિના જાતકો માટે મંગળના ગોચરથી જીવનમાં અનેક સકારાત્ક પરિવર્તન આવી રહ્યા છે. આવકમાં વૃદ્ધિ થવાના પૂરેપૂરા યોગ બની રહ્યા છે. લાંબા સમયથી કોઈ જગ્યાએ પૈસા અટવાઈ પડ્યા હશે તો તે પણ પાછા મળી રહ્યા છે. આવકના નવા નવા સ્રોત ઊભા થઈ રહ્યા છે. આ ગોચર તમારા માટે સફળતાઓ લઈને આવી રહી છે.
Also Read –