મેનકા ગાંધીનું વિચિત્ર નિવેદન, વાયુ પ્રદૂષણ રોકવા ફટાકડા પર પ્રતિબંધ મુકો

નવી દિલ્હી : દેશના પૂર્વ કેન્દ્રીય મંત્રી મેનકા ગાંધી વાયુ પ્રદુષણને રોકવા માટે વિચિત્ર નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે વાયુ પ્રદુષણ રોકવા માટે ફટાકડા પર પ્રતિબંધ મુકવો જોઈએ.
મેનકા ગાંધીએ એક કાર્યક્રમ દરમિયાન જણાવ્યું છે દિલ્હીમાં વાયુ પ્રદુષણનું મુખ્ય કારણ આતિશબાજી છે. તેમણે કહ્યું કે તમે રાત્રે 800 કરોડના ફટાકડા ફોડશો તો હવાનું શું થશે ? ફટાકડા પર દેશવ્યાપી પ્રતિબંધ જરૂરી છે. તેમણે ફટાકડા ફોડનારાઓને દેશવિરોધી ગણવા જોઈએ તેમ પણ કહ્યું હતું.
આપણ વાચો: કબૂતરોએ કોઈ નુકસાન પહોંચાડ્યું નથી, ફટાકડા પ્રદૂષણમાં વધુ યોગદાન આપે છે: મેનકા ગાંધી
દિવાળી, દશેરા, લગ્ન, નવા વર્ષ, ક્રિકેટ મેચ કે અન્ય કોઈ દિવસે ફટાકડા ફોડે છે
મેનકા ગાંધીએ કહ્યું કે સરકાર પાસેથી બધું અપેક્ષા રાખવાને બદલ, લોકોએ વાયુ પ્રદૂષણ રોકવા માટે પણ આંદોલન શરૂ કરવું જોઈએ. તેમણે કહ્યું કે લોકો દિવાળી, દશેરા, લગ્ન, નવા વર્ષ, ક્રિકેટ મેચ કે અન્ય કોઈ દિવસે ફટાકડા ફોડે છે. જેના કારણે શ્વાસ લેવામાં તકલીફ પડે છે. તેમણે કહ્યું, આ દેશમાં, આપણે બીજાઓને દોષ આપીએ છીએ.
કોઈ પરાલી સળગાવી રહ્યું છે અથવા વાહનોની સમસ્યા છે. પરંતુ આ બધું જુઠ્ઠાણું છે. દિવાળીના ત્રણ દિવસ પહેલા હવા સ્વચ્છ હોય છે. તેમજ દિવાળીથી નવા વર્ષ સુધી આપણે શ્વાસ લઈ શકતા નથી જો દિવાળી પર જ દિલ્હીમાં 800 કરોડ રૂપિયાના ફટાકડા ફોડવામાં આવે તો શું પરિણામ આવશે.
આપણ વાચો: સુપ્રીમ કોર્ટના ચુકાદા અંગે મેનકા ગાંધીએ વ્યક્ત કર્યું આશ્ચર્યઃ ત્રણ લાખ શ્વાન ક્યાં રાખશો?
ફટાકડા પર પ્રતિબંધ મુકો અથવા તો તમામ લોકો મરી જાઓ
સુપ્રીમ કોર્ટ પર નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે, કોર્ટે વધુ અકે ખોટો આદેશ આપ્યો છે. આ આદત બની ગઈ છે. જેમાં ગ્રીન ફટાકડાની વાત કરવામાં આવે છે. વાસ્તવમાં ગ્રીન ફટાકડા જેવું કશું નથી. ફટાકડા પર પ્રતિબંધ મુકો અથવા તો તમામ લોકો મરી જાઓ અને બુમો પાડતા રહો. જે લોકો સૌથી વધુ ફટાકડા ફોડે છે તે લોકો જ પૂછી રહ્યા છે કે સરકાર શું કરી રહી છે.
ગૌ તસ્કરી અંગે કેન્દ્ર સરકારની ટીકા કરી
આ ઉપરાંત ગૌ તસ્કરી પર ટિપ્પણી કરતા મેનકા ગાંધીએ કહ્યું હતું કે, ઓડિશા અને બિહારથી આંધ્રપ્રદેશ અને પશ્ચિમ બંગાળમાં લાખો ગાયોની તસ્કરી થઈ રહી છે. આને રોકવાની આપણી જવાબદારી છે. એક પણ ગાય કતલખાને ન જવી જોઈએ.
તેમણે કેન્દ્ર સરકારની ટીકા કરતા જણાવ્યું કે જ્યારે ભાજપ સત્તામાં આવ્યું ત્યારે મને આશા હતી કે તેઓ ગૌમાંસની નિકાસ બંધ કરશે કારણ કે તે તેમના મેનિફેસ્ટોમાં સામેલ હતું. પરંતુ, કમનસીબે તે હજુ સુધી બંધ થયું નથી. આપણે ફક્ત રોજગારના નામે આવી વસ્તુઓ થવા દઈ શકીએ નહીં.



