Mandi seat: હિમાચલ પ્રદેશની મંડી પર કોણ જીતશે? કંગના કે વિક્રમાદિત્ય, જાણો એક્ઝિટ પોલ શું કહે છે
મંડી: લોકસભા ચૂંટણી 2024(Loksabha Election 2024) માટે તમામ સાત તબક્કાનું મતદાન પૂર્ણ થઇ ચુક્યું છે, હવે દેશભરના લોકોની નજર 4થી જુનના રોજ જાહેર થનારા પરિણામો પર ટકેલી છે. મોટા ભાગના એક્ઝિટ પોલ(Exit Poll) ભાજપને બહુમતી મળશે એવું દર્શવી રહ્યા છે, ત્યારે હિમાચલ પ્રદેશની તમામ ચાર બેઠકો બીજેપીના ખાતામાં જાય એવું જણાઈ રહ્યું છે. ઈન્ડિયા ટુડે-એક્સિસ માય ઈન્ડિયાના એક્ઝિટ પોલ અનુસાર કોંગ્રેસ વોટનો વોટ શેર વધી રહ્યો છે, પરંતુ પાર્ટીને એક પણ સીટ નહીં મળે. હાઈપ્રોફાઈલ મંડી સીટ પર પણ કોંગ્રેસને હાર મળી શકે છે, સર્વે અનુસાર મતદારોને કંગના રનૌત પર વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે.
મંડી લોકસભા બેઠક એક હાઈ-પ્રોફાઈલ બેઠક રહી છે, આ બેઠક પરથી બે લોકપ્રિય હસ્તીઓ ઉમેદવાર છે. એક તરફ સત્તારૂઢ ભાજપે બોલીવુડની જાણીતી અભિનેત્રી કંગના રનૌતને મેદાનમાં ઉતારી છે, કંગનાએ પ્રથમ વખત રાજકારણમાં પ્રવેશ કર્યો છે. બીજી તરફ કોંગ્રેસ પાર્ટીએ આ સીટ પરથી પૂર્વ મુખ્ય પ્રધાન વીરભદ્ર સિંહના પુત્ર વિક્રમાદિત્ય સિંહને પોતાના ઉમેદવાર બનાવ્યા છે.
કંગના અને વિક્રમાદિત્ય સિંહ બંને તેમની ચૂંટણી રેલીઓમાં એકબીજાને ટક્કર આપતા જોવા મળ્યા હતા, બંને નેતાઓની રેલીઓમાં સારી એવી ભીડ જોવા મળી હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ કંગના માટે પ્રચાર કર્યો હતો, ત્યારે કોંગ્રેસના ટોચના નેતાઓએ પણ વિક્રમાદિત્યના સમર્થનમાં રેલીઓ યોજી હતી. ત્યારે આ બેઠક એક આંકડા કરતા સ્વમાનની લડત બની છે.
2019ની લોકસભા ચૂંટણીમાં, ભાજપના ઉમેદવાર રામ સ્વરૂપ શર્મા મંડી મતવિસ્તારમાંથી 638,441 મતો મેળવીને વિજયી બન્યા હતા. કોંગ્રેસ પાર્ટીના આશ્રય શર્મા બીજા સ્થાને હતા. ભાજપની જીતનું માર્જીન ઘણું મોટું હતું પરંતુ બાદમાં પેટાચૂંટણીમાં આ બેઠક કોંગ્રેસના ખાતામાં આવી ગઈ હતી. આ બેઠક પર પૂર્વ સીએમ વીરભદ્ર સિંહની પત્ની પ્રતિભા સિંહે જીત મેળવી છે.
2014ની લોકસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર રામ સ્વરૂપ શર્માએ મંડી બેઠક પર જીત મળવી હતી. તેમણે 362,824 મત મેળવ્યા, જે કુલ મતોના 49.94% હતા. આ ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર પ્રતિભા સિંહ બીજા ક્રમે રહ્યા હતા.
મંડી લોકસભા બેઠક પરંપરાગત રીતે ભાજપનો ગઢ છે અને છેલ્લી બે સામાન્ય ચૂંટણીઓમાં પક્ષના ઉમેદવારોએ આ મતવિસ્તાર પર પ્રભુત્વ જમાવ્યું છે. જો કે, મંડીમાં 4 જૂન, 2024 ના પરિણામ રસપ્રદ હોઈ શકે છે કારણ કે ભાજપ અને કોંગ્રેસ બંનેના ઉચ્ચ-પ્રોફાઈલ ઉમેદવારોની હાજરી છે.
Also Read –