નેશનલ

Steel અને Aluminium ના વાસણોમાં ફરજિયાત કરાયો ISI માર્ક, ગ્રાહકોને થશે આ ફાયદો

નવી દિલ્હી : દેશમાં આગામી સમયમાં ગ્રાહકોને બજારમાં સારી ગુણવત્તાના સ્ટીલ(Steel) અને એલ્યુમિનિયમના(Aluminium)વાસણો મળી શકશે. હાલમાં વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય હેઠળના ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઑફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટરનલ ટ્રેડ (DPIIT) એ સ્ટેનલેસ સ્ટીલ અને એલ્યુમિનિયમના રસોઇના વાસણોને રાષ્ટ્રીય ગુણવત્તાના ધોરણોને અનુરૂપ બનાવવા ફરજિયાત બનાવ્યાં છે. એટલે કે હવે આ વાસણો પર આઈએસઆઇ(ISI)માર્ક ફરજિયાત કરી દેવામાં આવ્યું છે. ઉપભોક્તા સુરક્ષા અને ઉત્પાદનની ગુણવત્તા સુનિશ્ચિત કરવા માટે આ પગલું લેવામાં આવ્યું છે. બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS) એ શુક્રવારે આ જાણકારી આપી છે.

ઉત્પાદનની ગુણવત્તા અને સલામતીની ખાતરી

જે અનુસાર ડીપીઆઈઆઈટીએ 14 માર્ચે આ સંદર્ભમાં ગુણવત્તા નિયંત્રણ આદેશ જાહેર કર્યો હતો. BIS એ ભારતીય માનક સંસ્થાન (ISI) ચિહ્ન નિર્ધારિત કર્યું છે. આ ઉત્પાદનની ગુણવત્તા અને સલામતીની ખાતરી આપે છે. BIS મુજબ, ઓર્ડર BIS માનક ચિહ્ન ધરાવતું ન હોય તેવા કોઈપણ સ્ટેનલેસ સ્ટીલ અથવા એલ્યુમિનિયમ વાસણોના ઉત્પાદન, આયાત, વેચાણ, વિતરણ, સંગ્રહ અથવા પ્રદર્શન પર પ્રતિબંધ મૂકે છે.

રસોઇના વાસણો માટે તૈયાર કરેલા ધોરણો અનુસાર

આ આદેશનું પાલન ન કરવા બદલ દંડ લાદવામાં આવશે જે ગ્રાહક સુરક્ષા અને ઉત્પાદન પ્રત્યે સરકારની પ્રતિબદ્ધતાને ઉજાગર કરે છે એમ નિવેદનમાં જણાવાયું છે. આ પગલું BIS દ્વારા રસોઇના વાસણો માટે તાજેતરમાં ઘડવામાં આવેલા વ્યાપક ધોરણોને અનુરૂપ છે, જેમાં સ્ટેનલેસ સ્ટીલ માટે IS 14756:2022 અને એલ્યુમિનિયમના વાસણો માટે IS 1660:2024નો સમાવેશ થાય છે.

ગ્રાહકોનો વિશ્વાસ વધારશે

ધોરણોમાં સામગ્રીની આવશ્યકતાઓ, ડિઝાઇન વિશિષ્ટતાઓ અને પ્રદર્શન માપદંડનો સમાવેશ થાય છે. સરકારે જણાવ્યું હતું કે આ પગલું ગ્રાહકોનો વિશ્વાસ વધારશે અને ઉત્પાદકોને શ્રેષ્ઠ પદ્ધતિઓ અપનાવવા માટે પ્રેરિત કરશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
Fat Belly થશે Flat, આ પાંચ ફ્રુટ્સ ચપટી વગાડતામાં ઓગાળશે પેટની ચરબી… …તો દુનિયાને ના મળી હોત Mercedesની લકઝુરિયસ કાર! આ રાશિના લોકો માટે લકી સાબિત થશે દિવાળી દિવાળી પર રંગોળીમાં બનાવો આવા શુભ પ્રતિકો

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker