મમતા બેનર્જીએ મુખ્ય ચૂંટણી કમિશનરને પત્ર લખ્યો, SIR અંગે ગંભીર પ્રશ્નો ઉઠાવ્યા

નવી દિલ્હી : પશ્ચિમ બંગાળમાં શરૂ કરવામાં આવેલી SIR પ્રક્રિયાનો સતત વિરોધ કરી રહેલા સીએમ મમતા બેનર્જીએ મુખ્ય ચૂંટણી કમિશનરને પત્ર લખ્યો છે. જેમાં તેમણે SIR અંગે ગંભીર પ્રશ્નો ઉઠાવ્યા હતા. તેમણે આરોપ લગાવ્યો હતો કે આ પ્રક્રિયાનો ઉપયોગ રેકોર્ડ સુધારવા માટે નહીં પરંતુ મતદારોને યાદીમાંથી બાકાત રાખવા માટે થઈ રહ્યો છે.
સુનાવણી પ્રક્રિયા ફક્ત ટેકનિકલ ડેટા પર કાર્ય કરે છે
મમતા બેનર્જીએ પોતાના ત્રણ પાનાના પત્રમાં ચૂંટણી પંચ પર રાજકીય પક્ષપાત અને મનમાનીનો આરોપ લગાવ્યો હતો. તેમણે લખ્યું હતું કે સુનાવણી પ્રક્રિયા દરમિયાન તે ફક્ત ટેકનિકલ ડેટા પર કાર્ય કરે છે. જેમાં માનવીય સમજણ કે સંવેદનશીલતાનો અભાવ છે. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે તેનો હેતુ સુધારાનો નહિ પરંતુ લોકોને યાદીમાંથી દૂર કરવાનો લાગે છે.
આ પણ વાંચો : SIR મુદ્દે મમતા બેનર્જીનું મોટું નિવેદન, કહ્યું એક પણ બંગાળીને ડિટેન્શન કેમ્પમાં મોકલવાના નહી આવે
પશ્ચિમ બંગાળ માટે અલગ પોર્ટલનો ઉપયોગ મૂંઝવણ ઉભી કરે છે
આ ઉપરાંત મમતા બેનર્જીએ જણાવ્યું કે મતદારોના નામમાં જોડણી અથવા ઉંમરની નાની ભૂલોને કારણે સામાન્ય લોકોને હેરાન કરવામાં આવી રહ્યા છે. તેમને સુનાવણી માટે બળજબરીથી બોલાવવામાં આવી રહ્યા છે. જેના કારણે હેરાનગતિ થાય છે અને આર્થિક નુકસાન થાય છે. તેમણે પરિણીત મહિલાઓની દુર્દશાનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે લગ્ન પછી અટક બદલનારી મહિલાઓને તેમની ઓળખ સાબિત કરવા માટે બોલાવવામાં આવી રહી છે. જે તેમનું ગંભીર અપમાન છે. તેમણે એવો પણ આરોપ લગાવ્યો કે અમુક મતવિસ્તારોને જાણી જોઈને નિશાન બનાવવામાં આવી રહ્યા છે અને બંગાળ માટે અલગ પોર્ટલનો ઉપયોગ અધિકારીઓમાં મૂંઝવણ ઉભી કરે છે.



