નેશનલ

Kolkata : થાકી ગયા મમતા બેનરજી ? અચાનક જઈ ચડ્યા ડોક્ટરો પાસે ને વિનંતી કરી કે…

કોલકાતા : કોલકાતાની(Kolkata)આરજી કર મેડિકલ કોલેજમાં ટ્રેઈની ડોકટર રેપ અને મર્ડર કેસનો મામલો હજુ શાંત નથી થયો. જેમાં હવે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી રેપ અને મર્ડર કેસનો વિરોધ કરી રહેલા ડોક્ટરોને મળવા કોલકાતાની આરજી કર મેડિકલ કોલેજ પહોંચ્યા હતા. મમતા બેનર્જીએ કહ્યું કે, આ મામલે હું તમારી સાથે છું. હું તમારી પીડા સમજું છું. મને મારા પદની ચિંતા નથી. મેં મારા વિદ્યાર્થીકાળ દરમિયાન ઘણાં આંદોલનો પણ કર્યા હતા.

આ પણ વાંચો : Kolkata rape and Murder case: સુપ્રીમ કોર્ટે પશ્ચિમ બંગાળ સરકારને પૂછ્યા આકરા સવાલ, જાણો SCમાં શું કહ્યું…

 મને મારા પદની ચિંતા નથી

જોકે, આ દરમિયાન વિરોધ કરી રહેલા ડૉક્ટરોએ સૂત્રોચ્ચાર કર્યા હતા. સીએમ મમતાએ કહ્યું કે તમે વરસાદમાં વિરોધ કરી રહ્યા છો. આ માટે હું તમને સલામ કરું છું. હું તમારી બધી માંગણીઓ પર વિચાર કરીશ. મને મારા પદની ચિંતા નથી. લોકોનું સ્થાન મારા પદ કરતાં ઊંચું છે.

ગુરુવારે ડોક્ટરોની એક ટીમ નબન્નામાં બેઠક માટે પહોંચી હતી પરંતુ આ બેઠક થઈ શકી ન હતી. મમતા બેનર્જીએ કહ્યું કે તેઓ જુનિયર ડોકટરોને મળવા માટે બે કલાક રાહ જોતા રહ્યા. પરંતુ તેઓ મીટીંગ સ્થળ પર આવ્યા ન હતા. તેની બાદ  સીએમ મમતા બેનર્જીએ  કહ્યું કે તેઓ મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપવા તૈયાર છે. સીએમ મમતાએ ફરી એકવાર કહ્યું કે તેઓ  સીબીઆઈ  પાસે આરોપીઓને ફાંસી આપવાની માંગ કરશે.

હું તમારી સાથે અન્યાય નહીં થવા દઉં : મમતા

મમતા બેનર્જીએ તબીબોને કહ્યું કે જો તમને કોઈ પીડા થાય તો હું પણ સહન કરીશ. તમે વરસાદમાં પ્રદર્શન કરી રહ્યા છો. આ જોઈને મને આખી રાત ઊંઘ ન આવી. હું તમારી સાથે અન્યાય નહીં થવા દઉં. તમારી તમામ માંગણીઓ ધ્યાનમાં લેવામાં આવશે. ડોકટરો સામે કોઈ કાર્યવાહી કરવામાં આવશે નહીં પરંતુ તમારે કામ પર પાછા ફરવું જોઈએ. તમે નારા લગાવો, એ તમારો અધિકાર છે.

શું છે સમગ્ર મામલો?

9 ઓગસ્ટની રાત્રે કોલકાતાની આરજી કર મેડિકલ કોલેજમાં એક  ટ્રેઈની  ડોક્ટરની રેપ કરીને હત્યા કરવામાં આવી હતી.  બીજા દિવસે સવારે ચોથા માળે આવેલા સેમિનાર હોલમાંથી ડોક્ટરનો મૃતદેહ અર્ધ નગ્ન અવસ્થામાં મળી આવતાં ડોકટરોમાં આક્રોશ ફેલાયો હતો. પોસ્ટ મોર્ટમના પ્રારંભિક રિપોર્ટમાં મહિલા ડોક્ટર સાથે દુષ્કર્મની ઘટના પ્રકાશમાં આવી હતી. આ મામલે કોલકાતા પોલીસ અને હોસ્પિટલ વહીવટીતંત્ર પર અનેક સવાલો ઉભા થયા છે. તેની બાદ હાઈકોર્ટે આ કેસની તપાસ સીબીઆઈને સોંપી હતી. આ ઘટનાને લઈને ડોક્ટરો સતત વિરોધ કરી રહ્યા છે.

Back to top button
નો ફ્લાય ઝોન: વિશ્વના એવા સ્થળો કે જેના પર વિમાનો ઉડી શકતા નથી રોજ ખજૂર ખાઓ, સ્વસ્થ રહો, મસ્ત રહો આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો?

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker