દેશભરના બંગાળી સ્થળાંતરિતોને પાછા બોલાવ્યા મમતા બેનરજીએઃ ચૂંટણીની તૈયારી અત્યારથી?

કોલકાત્તાઃ પશ્ચિમ બંગાળની વિધાનસભાની ચૂંટણી આવતા વર્ષે 2026માં છે. અહીં એકહથ્થુ શાસન જમાવનાર મમતા બેનરજીની તૃણમુલ કૉંગ્રેસને સત્તા પરથી હટાવવા ભાજપ સહિત સૌ કોઈ ભરે જહેમત લે છે, પરંતુ મમતાએ પોતાનું સ્થાન એવું તો જમાવ્યું છે કે તેમને હટાવવા બહુ મોટો પડકાર છે.
મમતા પણ આ વાત સારી રીતે જાણે છે અને લાગે છે કે એટલા માટે જ તેણે અત્યારથી તૈયારી શરૂ કરી દીધી છે. મમતા બેનરજીએ ભાષાનો મુદ્દો ઉઠાવ્યો છે.
આ સાથે તેમણે દેશભરમાં કામ કરતા બંગાળી સ્થળાંતરિતોને પરત બંગાળ આવી જવા આહ્વાન કર્યું છે. જે બંગાળીઓ અન્ય રાજ્યોમાં જઈ મજૂરી કરે છે અને ત્યાં પરપ્રાંતિયો હોવાથી તેમની સાથે અત્યાચાર થાય છે, તે તમાને પરત આવી જવા કહ્યું છે.
આપણ વાંચો: તુર્કીયેના કિનારે સ્થળાંતરિતોની બોટ ડૂબી: ઓછામાં ઓછા 16નાં મોત
મમતાએ આ માટે તેમને મહિને રૂ. 5000 અને પછી નોકરીની પણ ઓફર કરી છે. મમતાએ જણાવ્યું હતું કે શ્રીશ્રમ યોજના હેઠળ ઘણા લોકોને મદદ આપી છે. જે બંગાળીઓ અન્ય રાજ્યમાં છે તેમને ફરી અહીં આવી જવા કહ્યું છે. મમતાએ જણાવ્યું છે કે બંગાળીભાષીઓ સાથે અન્ય રાજ્યમાં અન્યાય થાય છે, તેમની સાથે છેતરામણી અને દુર્વ્યવહાર થાય છે.
મોદીના કાર્યક્રમમાં નહીં રહે હાજર
વડા પ્રધાન નરેન્દ્ર મોદી 22 ઑગસ્ટે પશ્ચિમ બંગાળના પ્રવાસે જવાના છે અને અહીં વિવિધ પ્રોજેક્ટ્સ ખુલ્લા મૂકવામના છે. મમતાએ આ કાર્યક્રમમાં ન જવાનો નિર્ણય લીધો હોવાનું જાણવા મળ્યું છે.
બંગાળમાં 2000 કરતા વધારે કુટુંબો પરત ફર્યા છે. મહારાષ્ટ્રની જેમ હવે બંગાળમાં પણ ભાષાનો મુદ્દો ઉઠાવવામાં આવી રહ્યો છે. થિયેટરોમાં બંગાળી ફિલ્મોને પ્રાધાન્ય આપવાનો આદેશ પણ જારી થયો છે.
વર્ષોથી એક જ પક્ષ જ્યારે રાજ્યની સત્તા પર હોય ત્યારે તેમની માટે એન્ટિઈન્ક્યુબન્સી મુદ્દો બની જતી હોય છે, આથી આવા મુદ્દાઓ ઊભા કરી તેના પર રાજકારણ રમાતું હોય છે.