નેશનલ

ગુનેગારોને બચાવવા મુદ્દે મમતા બેનરજી પર ભાજપે સાધ્યું નિશાન

ફરાર આરોપી શાહજહાં શેખ સાથે કનેક્શનના આપ્યા પુરાવા

નવી દિલ્હી: પ. બંગાળમાં તાજેતરમાં ઇડી પરના હુમલા બાદ ટીએમસીના નેતા શાહજહાં શેખ ફરાર છે. તૃણમૂલ કોંગ્રેસના નેતા શાહજહાં શેખ વિરુદ્ધ લુકઆઉટ નોટિસ જાહેર કરવામાં આવી છે. આ લુકઆઉટ નોટિસ પર પશ્ચિમ બંગાળના ભાજપના સહ-પ્રભારી અમિત માલવિયાએ નિવેદન આપ્યું છે. તેમણે મમતા બેનરજી પર જોરદાર નિશાન સાધ્યું છે. X પર એક પોસ્ટમાં અમિત માલવીયાએ લખ્યું હતું કે, EDએ શેખ શાહજહાંની શોધ શરૂ કરી છે, જે એક ખતરનાક ગુનેગાર છે અને મમતા બેનરજી અને તેના ભત્રીજા અભિષેકના વિશ્વાસુ લોકોમાંથી એક છે. તે અન્ય ગુનાઓ ઉપરાંત રાશન કૌભાંડમાં વોન્ટેડ છે.

પશ્ચિમ બંગાળના રાજ્યપાલે પશ્ચિમ બંગાળના ડીજીપીને શેખ શાહજહાંની તાત્કાલિક ધરપકડ કરવા અને આતંકવાદી સંગઠનો સાથેના તેના સંબંધોની તપાસ કરવાનો આદેશ આપ્યો છે. પરંતુ સંદેશખાલીનો ડોન મનાતો શાહજહાં ફરાર છે. મમતા બેનરજીના આશ્રય વિના આ શક્ય નથી, જેઓ પશ્ચિમ બંગાળના ગૃહ પ્રધાન પણ છે.
મમતા બેનરજી ગુનેગારોને બચાવવાનો ટ્રેક રેકોર્ડ ધરાવે છે. બોગતુઈ હત્યાકાંડ પછી તરત જ, મમતા બેનરજી આરોપી અનુબ્રત મંડલ સાથે તેમની સત્તાવાર કારમાં ફરતા જોવા મળ્યા હતા. એમાં કોઈ શંકા નથી કે શેખ શાહજહાં જ્યાં પણ છે, મમતાની સુરક્ષામાં છે. પરંતુ જે રીતે તેઓ અનુબ્રતાને બચાવી શક્યા નથી તેવી જ રીતે તે શાહજહાંને પણ બચાવી શકશે નહીં. અપરાધ પર બનેલું લોહીથી લથબથ સામ્રાજ્ય તૂટી રહ્યું છે …અમિત માલવિયાએ એમ પણ જણાવ્યું હતું કે, મમતા બેનરજીએ પશ્ચિમ બંગાળ પોલીસને શાહજહાં શેખની ધરપકડ કરીને ઇડીને સોંપવાનો નિર્દેશ આપવો જોઈએ.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button