નેશનલ

સરકારી એજન્સી પર ફરી હુમલાની ઘટના બાદ મમતાએ આપી આવી પ્રતિક્રિયા

કોલકાત્તાઃ પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બેનર્જીએ શનિવારે આરોપ લગાવ્યો હતો કે પૂર્વ મેદિનીપુર જિલ્લાના ભૂપતિનગર વિસ્તારમાં ગ્રામજનોએ રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)ના અધિકારીઓ પર હુમલો કર્યો ન હતો, પરંતુ NIA અધિકારીઓએ તેમના પર હુમલો કર્યો હતો. મમતાએ દાવો કર્યો કે તપાસ એજન્સીની ટીમ 2022ની ઘટનાની તપાસના સંદર્ભમાં વહેલી સવારે ગ્રામજનોના ઘરે ગઈ હતી.

આ હુમલો ભૂપતિનગરની મહિલાઓ દ્વારા કરવામાં આવ્યો ન હતો, પરંતુ રાષ્ટ્રીય તપાસ એજન્સી (અધિકારીઓ) દ્વારા કરવામાં આવ્યો હતો. બેનર્જીએ દક્ષિણ દિનાજપુર જિલ્લાના બલુરઘાટ ખાતે એક ચૂંટણી રેલી દરમિયાન જણાવ્યું હતું. તેમણે કહ્યું કે જો મહિલાઓ પર હુમલો થશે તો શું મહિલાઓ ચૂપ રહેશે? તેણે કહ્યું કે તેણે માત્ર ડિસેમ્બર 2022ની ઘટના અંગે NIA અધિકારીઓની તેમના ઘરે જવાનો વિરોધ કર્યો હતો.


આ પણ વાંચો:
સંદેશખાલીની મહિલાઓ પર અત્યાચાર બાબતે મોદીની ટિપ્પણી પર મમતાએ ટીકા કરી

પોલીસે જણાવ્યું કે શનિવારે ભૂપતિનગર વિસ્તારમાં 2022 બોમ્બ બ્લાસ્ટ કેસની તપાસ કરવા ગયેલી NIA ટીમ પર ગ્રામજનોએ હુમલો કર્યો હતો. તેમણે કહ્યું કે NIA અધિકારીઓની ટીમે બુધવારે સવારે આ કેસના સંબંધમાં બે લોકોની ધરપકડ કરી હતી અને ટીમ કોલકાતા પરત ફરી રહી હતી ત્યારે તેના વાહન પર હુમલો થયો હતો. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ કહ્યું, સ્થાનિક લોકોએ વાહનને ઘેરી લીધું અને તેના પર પથ્થરમારો કર્યો. NIAએ કહ્યું છે કે તેનો એક અધિકારી પણ ઘાયલ થયો છે.

તેમણે જણાવ્યું કે NIAએ આ અંગે પોલીસમાં ફરિયાદ પણ નોંધાવી છે. 3 ડિસેમ્બર, 2022ના રોજ ભૂપતિનગરમાં મકાનમાં થયેલા વિસ્ફોટમાં ત્રણ લોકોના મોત થયા હતા. બાદમાં આ કેસની તપાસ NIAને સોંપવામાં આવી હતી. તૃણમૂલ કોંગ્રેસના વડાએ કેન્દ્રમાં સત્તારૂઢ ભારતીય જનતા પાર્ટી (BJP) સરકાર પર ચૂંટણી જીતવા માટે કેન્દ્રીય એજન્સીઓનો ઉપયોગ કરવાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો.


આ પણ વાંચો:
મમતા બેનર્જીનો ભાજપને ખુલ્લા પડકાર, 400 નહીં 200 સીટ તો વટાવી જુઓ

તેમણે કહ્યું, “અમે ઇચ્છીએ છીએ કે ચૂંટણી પંચ ભાજપ સંચાલિત પંચ ન બને, પરંતુ નિષ્પક્ષ રીતે કામ થવું જોઈએ. તેમણે ચૂંટણી પંચ દ્વારા રાજ્ય પોલીસ અધિકારીઓની બદલી પર સવાલો ઉઠાવ્યા અને પૂછ્યું કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED), સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) અને આવકવેરા વિભાગ (IT) ના અધિકારીઓ કેમ બદલાયા નથી.

તેમણે રેલીમાં ભાજપ સામે પડકાર ફેંકતા રહ્યું કે તમારી પાસે તાકાત હોય, તો લોકતાંત્રિક રીતે ચૂંટણી જીતો. મારા બૂથ લેવલના કાર્યકરો અને ચૂંટણી એજન્ટોની ધરપકડ કરશો નહીં. તેમણે કથિત જમીન કૌભાંડમાં ઝારખંડના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન હેમંત સોરેનની અને કેન્દ્રીય એજન્સીઓ દ્વારા આબકારી નીતિ સંબંધિત કેસમાં દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલની ધરપકડની નિંદા કરી હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button