નેશનલ

મમતા બેનર્જીની મુશ્કેલીમાં વધારો : કોલકતા હાઇકોર્ટે રાજ્યપાલ વિરુદ્ધ નિવેદન કરવા પર લગાવી રોક

કોલકાતા: કલકત્તા હાઈકોર્ટે મંગળવારે પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જીને રાજ્યપાલ સીવી આનંદ બોઝ વિરુદ્ધ કોઈપણ ‘અપમાનજનક અથવા ખોટા’ નિવેદન આપવા પર રોક લગાવી દીધી છે. ગત 28 જૂનના રોજ રાજ્યપાલે મમતા બેનર્જી વિરુદ્ધ કલકતા હાઇકોર્ટમાં માનહાનિનો કેસ દાખલ કર્યો છે. મમતાએ કહ્યું હતું કે મહિલાઓએ તેમને ફરિયાદ કરી હતી કે તેઓ રાજભવન જતા ડરે છે.

ભારતની એક સમાચાર એજન્સીના અહેવાલ અનુસાર 2 મેના રોજ રાજભવનમાં કોન્ટ્રાક્ટ પર કામ કરતી એક મહિલા કર્મચારીએ સીવી આનંદ બોઝ પર તેની છેડતીનો આરોપ લગાવ્યો હતો, ત્યારબાદ કોલકાતા પોલીસે આ મામલે તપાસ શરૂ કરી હતી. આ મામલાને લઈને નિવેદન આપતા મમતા બેનર્જીએ કહ્યું હતું કે મહિલાઓએ તેમને કહ્યું હતું કે “તેઓ ત્યાં તાજેતરમાં બનેલી ઘટનાઓને કારણે રાજભવન જવાથી ડરે છે.

15 જુલાઇના રોજ મમતા બેનર્જીએ કોલકાતા હાઇકોર્ટમાં જણાવ્યું હતું કે રાજ્યપાલ સી.વી. આનંદ બોઝ સામેના જાતીય સતામણીના આરોપો અંગેના તેમના નિવેદનમાં કંઈપણ અપમાનજનક નહોતું. રાજ્યપાલ દ્વારા મુખ્યમંત્રી વિરુદ્ધ દાખલ કરવામાં આવેલા માનહાનિના કેસની સુનાવણી દરમિયાન જસ્ટિસ કૃષ્ણા રાવની એકલ બેંચ સમક્ષ બેનર્જીના વકીલ એસ.એન. મુખર્જીએ કરી હતી. રાજ્યપાલના મતે તેમના પર લાગેલા જાતીય સતામણીના આરોપોને કારણે મહિલાઓ તેમને મળવામાં સુરક્ષિત અનુભવતી નથી તેવું મુખ્યમંત્રીએ નિવેદન આપીને તેમને બદનામ કર્યા છે.

હકીકતે આ વિવાદની શરૂઆત તૃણમૂલ કોંગ્રેસના બે મહિલા વિધાનસભ્યોથી થઈ છે. મમતા બેનર્જીએ દાવો કર્યો હતો કે TMCની બે મહિલા વિધાનસભ્યો એ તેમને કહ્યું હતું કે રાજ્યપાલ સીવી બોઝ સમક્ષ શપથ લેવા માટે રાજભવન જવા પર તેઓ પોતાની જાતને સુરક્ષિત મહેસુસ નથી કરતાં.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button