મમતા બેનર્જીએ કહ્યું, કે ‘થોડી રાહ જુઓ – ઈન્ડિયા ગઠબંધન ગમે ત્યારે બનાવશે સરકાર’
નવી દિલ્હી : આવતીકાલે NDAના નેતૃત્વની સરકારમાં નરેન્દ્ર મોદી સતત ત્રીજી વખત વડાપ્રધાન પદની શપથ લેવાના છે, જેને લઈને દિલ્હીમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આ સમયે TMC સુપ્રીમો અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ (Mamta banerjee) એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે કે જેનાથી ઈન્ડિયા ગઠબંધન સરકાર બનાવશે તે વાતને સંકેત આપ્યા છે.
તેમણે કહ્યું હતું કે અમુક સરકારો માત્ર એક જ દિવસ ચાલી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શપથના આગલા દિવસે ટીએમસીની સંસદીય દળની બેઠક મળી હતી, જેમાં મમતા બેનર્જીએ કહ્યું હતું કે આપણી પાર્ટી તેમની શપથવિધિમાં સમારોહમાં ભાગ નહીં લે કારણ કે તેમની પાર્ટી ગેરબંધારણીય રીતે સરકાર બનાવી રહી છે.
વડાપ્રધાન મોદી અને ભાજપ આ વખતે તેમના સહયોગીઓ પર નિર્ભર રહેવું પડશે, ખાસ કરીને તો ચંદ્રબાબુ નાયડુની ટીડીપી અને નીતિશ કુમારની જેડીયુ પર. પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ તેમની સંસદીય દળની બેઠકમાં કહ્યું હતું કે, ભલે ઈન્ડિયા ગઠબંધને હાલ સરકાર રચવાનો દાવો નથી કર્યો એનો અર્થ એ નથી કે કાલે પણ નહિ કરે.
મમતા બેનર્જીએ કહ્યું હતું કે તેમની પાટી ધીરજ રાખો અને રાહ જુઓની નીતિ પર જ છે. નિર્બળ અને અસ્થિર એનડીએ ટૂંક જ સમયમાં સતા પરથી દૂર થઈ જશે. મમતાએ નવા ચૂંટાયેલા સાંસદોને કહ્યું હતું કે ‘દેશને પરિવર્તનની જરૂર છે, દેશ પરિવર્તન ઈચ્છે છે. આ જનાદેશ પરિવર્તનનો હતો. અમે રાહ જોઈ રયા છીએ અને પરિસ્થિતી પર નજર રાખી રહ્યા છીએ. આ જનાદેશ નરેન્દ્ર મોદીની વિરુદ્ધમાં હતો અને તેને વડાપ્રધાન ન બનવું જોઈએ અન્ય કોઈને આ પદ સોંપવું જોઈતું હતું.