નેશનલ

INDIA Alliance: TMC પશ્ચિમ બંગાળમાં એકલા હાથે ચૂંટણી લડશે ,મમતા બેનર્જીની જાહેરાત

કોલકાતા: લોક સભા ચૂંટણીની જાહેરાત થાય એ પહેલા જ INDIA ગઠબંધનમાં તિરાડ પડી છે. તૃણમૂલ કોંગ્રેસે જાહેરાત કરી છે કે પાર્ટી બંગાળમાં લોકસભા ચૂંટણી સ્વતંત્ર રીતે લડશે, અને પરિણામો જાહેર થયા બાદ જ કોંગ્રેસની આગેવાની હેઠળના INDIA ગઠબંધન સાથે જોડવા પર વિચારણા કરશે.

પાર્ટી અધ્યક્ષ મમતા બેનર્જીએ આ અંગે જાહેરાત કરી હતી, આ સાથે જ લોકસભા ચૂંટણી પહેલા જ TMC અને કોંગ્રેસ વચ્ચેનો વિવાદ સપાટી પર આવી ગયો છે. બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જીએ કહ્યું કે, “મારો કોંગ્રેસ સાથે કોઈ સંબંધ નથી… અમે બંગાળમાં એકલા લડીશું અને ચૂંટણી પછી અખિલ ભારતીય સ્તરે નિર્ણય કરીશું”

સીટની વહેંચણી બાબતે તૃણમૂલ અને કોંગ્રેસ વચ્ચે ખેંચતાણ ઘણા સમયથી થઇ રહી હતી, હવે TMCએ પોતાનું વલણ સ્પષ્ટ કરી દીધું છે. કોંગ્રેસની આગેવાની હેઠળનું INDIA ગઠબંધન હવે ભાજપ અને તેના સાથી પક્ષોને કેવી રીતે હરાવી શકે છે એ અંગે શંકા વધી રહી છે. નીતિશ કુમાર પણ NDAમાં જોડાય તેવી અફવાઓ છે.


મંગળવારે મમતા બેનર્જીએ તેમના રાજ્યમાં 10-12 લોકસભા બેઠકો માટેની કોંગ્રેસની માગણીની ટીકા કરી હતી; તેમણે રાજ્યમાં કોંગ્રેસના અત્યંત ખરાબ રેકોર્ડ તરફ ધ્યાન દોરતા બે સીટ ઓફર કરી હતી. કોંગ્રેસ પાર્ટીએ 2014માં ચાર અને 2019માં માત્ર બે સીટો જીતી હતી.


ગઈ કાલે રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા બાબતે બંને વચ્ચે વિવાદ થયો હતો. મમતા બેનર્જીએ કહ્યું કે “તેઓ રાજ્યમાં આવી રહ્યા છે… તેમણે મને જાણ કરવાની તસ્દી પણ ન લીધી…”

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button