નેશનલ

મમતા બેનર્જીએ કેન્દ્રીય ચૂંટણી પંચ ગંભીર આરોપ લગાવ્યા,કહ્યું પંચે બે દાયકા સુધી સુધારાને અવગણ્યા

કોલકાતા : પશ્ચિમ બંગાળમાં SIR ની પ્રકિયા બાદ મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કેન્દ્રીય ચૂંટણી પંચ ગંભીર આરોપ લગાવવાની શરુઆત કરી છે. જેમાં મમતા બેનર્જીએ હવે ચૂંટણી પંચ આરોપ લગાવ્યા છે. જેમાં તેમણે કહ્યું છે કે ચૂંટણી પંચ છેલ્લા 20 વર્ષથી ચૂંટણી સુધારાને અવગણી રહ્યું છે. જેના લીધે હવે મતદારોએ પોતાની ઓળખ સાબિત કરવા માટે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તેમજ SIR હેઠળ હવે તેમને ઓળખ ફરીથી સ્થાપિત કરવા દબાણ કરવામાં આવી રહ્યું છે.

મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારને બીજો પત્ર લખ્યો

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ સોમવારે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારને બીજો પત્ર લખ્યો. આ તેમનો પાંચમો પત્ર છે. તેમાં તેમણે મતદાર યાદીની SIR પ્રક્રિયામાં અનિયમિતતાઓ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. મમતા બેનર્જી આક્ષેપ કર્યો કે વર્ષ 2002 ની મતદાર યાદીને ડિજિટાઇઝ કરવા માટે AI ના ઉપયોગથી ગંભીર ભૂલો થઈ છે. તેમણે કહ્યું કે આ તકનીકી ખામીઓએ સાચા મતદારોને ખોટી રીતે તરીકે વર્ગીકૃત કર્યા છે. જેના લીધે મતદારોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

SIR ની પ્રક્રિયા મનસ્વી અને બંધારણની ભાવના વિરુદ્ધ

મમતા બેનર્જીએ ચૂંટણી પંચ પર પોતાની જૂની પ્રક્રિયાઓને અવગણવાનો આરોપ લગાવ્યો. તેમણે કહ્યું કે છેલ્લા બે દાયકામાં કરવામાં આવેલા સુધારાઓને અવગણીને મતદારોને ફરીથી તેમની ઓળખ સાબિત કરવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે. તેમણે આને મનસ્વી અને બંધારણની ભાવના વિરુદ્ધ ગણાવ્યું છે.

માનવીય સંવેદનશીલતાને અવગણવામાં આવી

તેમણે વધુમાં જણાવ્યું કે, SIR દરમિયાન જમા કરાયેલા દસ્તાવેજની કોઈ રસીદ આપવામાં નથી આવતી. તેમણે સુનાવણી પ્રક્રિયાને સંપૂર્ણપણે ટેકનીકલ અને અસંવેદનશીલ ગણાવી. તેમણે કહ્યું કે આ પ્રક્રિયામાં માનવીય સંવેદનશીલતાને અવગણવામાં આવી છે.તેમજ લોકશાહીના પાયાને નબળી બનાવી રહી છે.

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button