નેશનલ

ઈદ પ્રસંગે Mamata Banerjeeનો મોટો આરોપ, કહ્યું પશ્ચિમ બંગાળમા રમખાણો કરાવવાનું ષડયંત્ર

કોલકાતા : દેશમા ઈદનો તહેવાર ઉત્સાહ સાથે ઉજવવામાં આવી રહ્યો છે. ઈદના અવસર પર મુસ્લિમ સમુદાય સાથે અનેક પાર્ટીઓના નેતાઓ પણ જોવા મળ્યા હતા. જોકે, આ દરમિયાન પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ (Mamata Banerjee)એક મોટો આરોપ લગાવ્યો છે. કોલકાતામાં ઈદની નમાજ દરમિયાન મમતા બેનર્જીએ કહ્યું – બંગાળમાં રમખાણો ભડકાવવાના પ્રયાસો થઈ રહ્યા છે. આ જાળમાં ન ફસાતા. બંગાળ સરકાર લઘુમતીઓ સાથે ઉભી છે કોઈ પણ હિંસા નહિ ભડકાવી શકે.

નવરાત્રિ ચાલી રહી છે હું શુભકામના પાઠવું છું : મમતા

કોલકાતાના ઈદગાહ ખાતે ઈદના અવસરે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું- અમે ધર્મનિરપેક્ષ છીએ. નવરાત્રિ ચાલી રહી છે, હું શુભકામના પાઠવું છું પરંતુ અમે નથી ઇચ્છતા કે કોઈ અરાજકતા ફેલાવે. સામાન્ય લોકો અરાજકતા ફેલાવતા નથી પરંતુ રાજકીય પક્ષો આમ કરે છે. આ શરમજનક વાત છે. અમે બધા ધર્મો માટે આપણા જીવનનું બલિદાન આપવા તૈયાર છીએ. બહુમતીની ફરજ લઘુમતીઓનું રક્ષણ કરવાની છે અને લઘુમતીઓની ફરજ બહુમતી સાથે રહેવાની છે.

ષડયંત્ર રચી રમખાણો કરાવવા માંગે છે

મમતા બેનર્જીએ કહ્યું કે અમને પૂછવામા આવ્યું કે, આવ્યું કે શું તમે હિન્દુ છો? મેં ગર્વથી કહ્યું કે હું હિન્દુ તેમજ મુસ્લિમ પણ છું. તેઓ ભાગલા પાડવા માંગે છે. તેઓ ષડયંત્ર રચી રમખાણો કરાવવા માંગે છે.તેમના ષડયંત્રમા ના ફસાવો. દીદી તમારી સાથે છે. અભિષેક તમારી સાથે છે. આખી સરકાર તમારી સાથે છે.

આ પણ વાંચો:  Eid-ul-Fitr : પીએમ મોદી અને યુપીના સીએમ યોગીએ પાઠવી ઈદની શુભેચ્છા

સબકા સાથ સબકા વિકાસ ખોટું સૂત્ર

પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીએ વધુમાં જણાવ્યું કે, હું નવરાત્રિની શુભેચ્છા પાઠવી છું. હું એકલી 100 લોકો બરાબર છું. બહુમતીનો ફરજ લધુમતી સાથે રહેવાનો છે. હું જીવ આપી દઇશ પણ વિચારધારા નહિ છોડું. તેમજ ભાજપ અને પીએમ મોદી પર પ્રહાર કરતા જણાવ્યું કે સબકા સાથ સબકા વિકાસ ખોટું સૂત્ર છે. અમે રામકૃષ્ણ અને વિવેકાનંદમાં માનીએ છીએ, પરંતુ જુમલા પાર્ટીએ જે ધર્મ બનાવ્યો છે તેની વિરુદ્ધ છીએ. તે હિન્દુ વિરોધી છે. તેઓ સોદા કરે છે. હું કોઈ રમખાણો નહીં થવા દઉં. જો તેમને ભગાડવા હોય તો રમખાણો બંધ કરવા પડશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button