મમતા દીદીએ બંગાળને શું બનાવી દીધું ? રવીન્દ્ર સંગીતની બદલે મળી રહ્યા છે બોમ્બ અને પિસ્તોલ : જે. પી. નડ્ડા
નવી દિલ્હી : ભાજપે વધુ એકવાર સંદેશખાલીનાં (Sandeshkhali) મુદ્દા પર પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીને ઘેર્યા હતા. ભાજપ અધ્યક્ષ જે. પી. નડ્ડા ( J.P. Nadda )એ કહ્યું હતું કે ભાજપ પશ્ચિમ બંગાળમાં ૩૫થી વધુ બેઠકો જીતશે. રવિવારે બંગાળના પ્રવાસે પહોંચેલા જે. પી. નડ્ડાએ સંદેશખલીનાં મુદ્દા પર ટીએમસી સરકારની ક્રુરતા પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે મમતા સરકારે બંગાળને શું બનાવી દીધું છે, જ્યાં રવીન્દ્ર સંગીત ગુંજવું જોઈએ તેને બદલે બોમ્બ અને પિસ્તોલ મળી રહ્યા છે
સંદેશખાલીની જનતાની રક્ષા કરવા માટે એનએસજી કમાન્ડો ઉતારવા પડે તેવી સ્થિતિ પરથી તમે વિચાર કરી શકો છો કે મમતા સરકારે કેટલી અરાજકતા ફેલાવી રાખી છે. હું બંગાળના તમામ ભાજપ કાર્યકર્તાઓ અને બંગાળની જનતાને અપીલ કરું છું કે તેઓ સંદેશખાલીનાં મુદ્દા પર મમતા બેનર્જી પાસે જવાબ માંગે. PM મોદીએ પીડીત મહીલાને પાર્ટીની ટીકીટ આપીને ભાજપની મહિલા સશક્તિકરણની નીતિનો સંદેશ આપ્યો છે. તેની સાથે જ પીએમ મોદીએ મમતા બનર્જીને પણ જવાબ આપ્યો છે કે તે મહિલાઓ એકલી નથી તેમની સાથે સમાજ ઉભો છે, આખો દેશ ઉભો છે. સંદેશખાલીની મહિલાઓની ઇજ્જત-આબરૂ અને જમીનને બચાવવા માટે તપાસ કરવા ગયેલી તપાસ એજન્સીઓ પર ઘાતક હુમલો કરવામાં આવ્યો હતો.
જેપી નડ્ડાએ આગળ કહ્યું, “હું આજે સમાચાર વાંચી રહ્યો હતો કે સંદેશખાલીમાં તપાસ કરતી વખતે સીબીઆઈએ ત્રણ વિદેશી રિવોલ્વર, પોલીસ દ્વારા વપરાતી રિવોલ્વર, બંદુક -ગોળીઓ અને કારતુસ મળી આવ્યા હતા. આનાથુઈ સમજી શકાય છે કે મમતાએ બંગાળમાં કેટલી અરાજકતા ફેલાવી રાખી છે. તેમણે મમતાને પ્રશ્ન કર્યો હતો કે શું સ્વામી વિવેકાનંદ, રવીન્દ્રનાથ ટાગોર, મહર્ષિ અરવિંદ કે નેતાજી સુભાષચંદ્ર બોઝે આવા બંગાળની કલ્પના કરી હતી.
તેમણે કહ્યું હતું કે મમતા દીદીને એવું લાગતું હોઈ કે આમ કરવાથી તેઓ ચૂંટણી જીતી જશે તો તે તેની ભૂલ છે. જનતા તમને તેનો આકરો જવાબ મતદાનમાં આપશે. તેમજ સંદેશખાલીમાં શાહજહાં જેવા અસામાજિક તત્વો મહિલાઓ માટે ખતરો છે અને ત્યાં મહિલાઓ સાથે થયેલું વર્તન ખુબ જ સંવેદનશીલ અને પીડાદાયક છે