નેશનલ

મમતા બેનર્જીની ચૂંટણી પંચને અપીલ, ‘દૂરદર્શનના ભગવાકરણને તાત્કાલિક રોકો’

પબ્લિક બ્રોડકાસ્ટર દૂરદર્શનના લોગોનો રંગ ભગવો કરવાને લઈ રાજકારણ ગરમાયું છે. આ માલે હવે વિપક્ષે પ્રશ્નો ઉઠાવ્યા છે અને સરકાર પર દૂરદર્શન પર ભગવાકરણનો આરોપ લગાવ્યો છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ આશ્ચર્ય વ્યક્ત કર્યું છે અને ચૂંટણી પંચને તેને તાત્કાલિક રોકવાની અપીલ કરી છે. દૂરદર્શને તાજેતરમાં તેનો લોગો લાલથી ભગવા રંગમાં બદલ્યો છે.

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું ‘જ્યારે દેશભરમાં ચૂંટણીઓ યોજાઈ રહી છે, ત્યારે આપણા દૂરદર્શનના લોગોના રંગમાં અચાનક ફેરફાર અને તેના ભગવાકરણથી હું ચોંકી ગઈ છું. આ સંપૂર્ણપણે અનૈતિક છે, સંપૂર્ણપણે ખોટું છે અને રાષ્ટ્રીય પબ્લિક બ્રોડકાસ્ટરના ભાજપ તરફી પક્ષપાતને બુલંદ અવાજે રજુ કરે છે.

જ્યારે લોકો ચૂંટણીની સ્થિતિમાં હોય ત્યારે ભારતનું ચૂંટણી પંચ આદર્શ આચાર સંહિતાના મુદ્દે ભગવા સમર્થક ઉલ્લંઘનને કેવી રીતે મંજૂરી આપી શકે? ચૂંટણી પંચે આને તાત્કાલિક બંધ કરવું જોઈએ અને દૂરદર્શનના લોગોના મૂળ વાદળી રંગ પર પાછા ફરવું જોઈએ.’

દૂરદર્શનના લોગોનો રંગ બદલવાની પ્રસાર ભારતીના ભૂતપૂર્વ સીઈઓ અને રાજ્યસભા સાંસદ જવાહર સરકાર દ્વારા પણ ટીકા કરવામાં આવી છે. તેમણે X પર લખ્યું, ‘રાષ્ટ્રીય પ્રસારણકર્તા દૂરદર્શને તેના ઐતિહાસિક ફ્લેગશિપ લોગોને ભગવા રંગમાં રંગ્યો છે. તેના પૂર્વ CEO તરીકે, હું તેના ભગવાકરણને ચિંતા અને લાગણી સાથે જોઈ રહ્યો છું – તે હવે પ્રસાર ભારતી નથી રહી – તે પ્રચાર ભારતી છે.’

તે જ પ્રકારે, વર્ષ 2012 થી 2014 સુધી માહિતી અને પ્રસારણ મંત્રી રહેલા કોંગ્રેસના સાંસદ મનીષ તિવારીએ પણ આરોપ લગાવ્યો કે લોગોનો રંગ બદલવો એ સરકાર દ્વારા સરકારી સંસ્થાઓને કબજે કરવાનો પ્રયાસ છે.

મનીષ તિવારીએ કહ્યું કે આ સરકાર દ્વારા સરકારી સંસ્થાઓનું ભગવાકરણ અને સરકારી સંસ્થાઓને કબજે કરવાનો પ્રયાસ છે. આ પગલું સ્પષ્ટપણે ભારતના જાહેર પ્રસારણકર્તાની તટસ્થતા અને વિશ્વસનીયતાને નબળી પાડે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
આવી રીતે જાણી શકો છો કે તમારો મોબાઈલ હેક થઈ ગયો છે ભારત જ નહીં પણ દુનિયાનું સૌથી અમીર ગામ છે આ… નામ જાણશો તો… હેર વૉશ કરતા પહેલા આ ટીપ્સ રાખો ધ્યાનમાં આ છે દેશના રોમાંચક રેલવે રૂટ, એક વખત ટ્રાવેલ કરી લીધું તો…

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker