નેશનલ

મમતા બેનર્જીનો ચૂંટણી પંચ પર મોટો આક્ષેપ, કહ્યું નામ દૂર કરવા ભાજપના એઆઈ ટૂલનો ઉપયોગ

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ચૂંટણી પંચ પર મોટો આક્ષેપ કર્યો છે. તેમણે જણાવ્યું છે કે ચૂંટણી પંચે મતદાર યાદીમાંથી લોકોના નામ દૂર કરવા માટે ભાજપના એઆઈ ટુલનો ઉપયોગ કર્યો છે. તેમજ સવાલ પૂછ્યો કે પશ્ચિમ બંગાળમાં નિયમો કેમ બદલવામાં આવી રહ્યા છે અને અલગ પ્રક્રિયાઓ કેમ અપનાવવામાં આવી રહી છે.

ચૂંટણી પંચ વોટ્સએપ પર આધાર રાખી રહ્યું છે

મમતા બેનર્જીએ કોલકાતામાં એક પત્રકાર પરિષદ દરમિયાન જણાવ્યું હતું કે ચૂંટણી પંચ ભાજપના એજન્ટ તરીકે કામ કરી રહ્યું છે , તેમજ કોઈ પણ કારણ વિના નામો દૂર કરી રહ્યું છે. તેમણે વધુમાં કહ્યું કે ચૂંટણી પંચ વોટ્સએપ પર આધાર રાખી રહ્યું છે અને દિવસમાં ઘણી વખત SIR નિયમોમાં ફેરફાર કરી રહ્યું છે.

આ પણ વાંચો : SIR મુદ્દે મમતા બેનર્જીનું મોટું નિવેદન, કહ્યું એક પણ બંગાળીને ડિટેન્શન કેમ્પમાં મોકલવાના નહી આવે

અટક બદલનાર પરિણીત મહિલાઓના નામ દૂર

તેમણે જણાવ્યું કે, ચૂંટણી પંચે SIR ડેટામાં નામોમાં વિસંગતતાઓને સુધારવા માટે ભાજપના એઆઈ ટૂલનો ઉપયોગ કર્યો છે. આ ઉપરાંત તેમણે એવો પણ આરોપ લગાવ્યો હતો કે ચૂંટણી પંચે SIR દરમિયાન અટક બદલનાર પરિણીત મહિલાઓના નામ દૂર કર્યા છે. મુખ્ય ચૂંટણી કમિશનરે એ જવાબ આપવો જોઈએ કે તેઓ અડધા મતદારોના નામ કેવી રીતે દૂર થઈ શકે છે.

માઇક્રો-ઓબ્ઝર્વર્સ માત્ર બંગાળમાં જ મુકાયા

તેમણે વધુમાં પ્રશ્ન કર્યો કે SIR નિયમો હેઠળ માઇક્રો-ઓબ્ઝર્વર્સને મંજૂરી નથી. તેમ છતાં તેઓ ફક્ત બંગાળમાં જ મુકાયા છે. બિહારના SIRમાં રહેઠાણ પ્રમાણપત્રોની મંજૂરી છે. તો બંગાળમાં કેમ નહીં? તેમણે કહ્યું કે વાસ્તવિક વિસંગતતા મૂળ SIR ચકાસણી પ્રક્રિયાનો ભાગ નહોતી તે પછીથી ઉમેરવામાં આવી હતી.

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button