નેશનલ

પશ્ચિમ બંગાળમાં SIR મુદ્દે મમતા બેનર્જી આક્રમક, કહ્યું બંગાળ મેળવવામાં ગુજરાત ગુમાવવું પડશે

પશ્ચિમ બંગાળમાં SIR મુદ્દે સીએમ મમતા બેનર્જીએ આક્રમક વલણ અપનાવ્યું છે. તેમણે આ મુદ્દે કેન્દ્ર સરકારને કડક ચેતવણી આપી છે. તેમજ કહ્યું છે કે જો તમે બંગાળ પર હુમલો કરશું તો હું તેને મારી પરનો હુમલો માનીશ. તેમજ બંગાળ લેવાની જીદમાં કેન્દ્ર ભાજપ સરકારે ગુજરાતને ગુમાવવું પડશે.

ભાજપ ગુજરાતમાં હારી જશે

મમતા બેનર્જીએ SIR વિરુદ્ધની કૂચમાં વધુમાં જણાવ્યું કે, જો તમે મારા પર હુમલો કરશો તો હું આખા દેશને હચમચાવી નાખીશ. તેમજ ચૂંટણી પછી હું સમગ્ર દેશમાં ભ્રમણ કરીશ. તેમણે વધુમાં જણાવ્યું કે આગામી વર્ષે બંગાળ, તમિલનાડુ, આસામ અને કેરળની ચૂંટણીઓ પહેલા ચૂંટણી પંચ અને મતદાર યાદીઓના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન અંગે ઘણી વાત કહી હતી.

આપણ વાચો: પશ્ચિમ બંગાળમાં SIR લાગુ કરવાનો વિરોધ, મમતા બેનર્જી વિરોધ માર્ચ યોજશે…

મમતા બેનર્જીએ કહ્યું કે બિહારમાં એનડીએએ ચૂંટણી પૂર્વે મહિલા મતદારોને 10,000 રૂપિયા આપવાની લાલચ આપી હતી. તેમજ હું આગાહી કરું છું કે બંગાળ જીતવાના પ્રયાસમાં ભાજપ
ગુજરાતમાં હારી જશે.

SIR વિરુદ્ધ દેશવ્યાપી યાત્રા નીકાળવાની પણ જાહેરાત

આ ઉપરાંત મમતા બેનર્જીએ દાવો કર્યો કે ભાજપ બિહારમાં ચૂંટણી લડાઈ લડવામાં નિષ્ફળ ગયો છે કે વિપક્ષની રણનીતિ સમજી શક્યો નથી. મમતા બેનર્જીએ SIR વિરુદ્ધ દેશવ્યાપી યાત્રા નીકાળવાની પણ જાહેરાત કરી હતી. મમતા બેનર્જીએ ભાજપ પર સીધો પ્રહાર કરતા જણાવ્યું હતું કે તે તમે મને સ્પર્શ પણ નહીં કરી શકે.

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button