અમદાવાદની મમતા, આણંદની સરસ્વતી, મહેસાણાની રાની ઉદયપુરમાં મુજરો કરતાં ઝડપાઈ, રેવ પાર્ટીમાં પકડાયેલા ગુજરાતીઓની સંપૂર્ણ યાદી જુઓ

ઉદયપુર : ઉદયપુર પોલીસે એક રેવ પાર્ટીમાં છાપો મારીને 50 યુવક અને યુવતીઓની ધરપકડ કરી છે. પોલીસે ધરપકડ કરેલામાં 40 યુવક અને 11 યુવતીઓ સમાવેશ થાય છે. આ અંગે ગણેશ હોટલમાં રેવ પાર્ટી ચાલી રહી હોવાની પોલીસને માહિતી મળી હતી. જોકે, ધરપકડ કરાયેલા મોટા ભાગના ગુજરાતીઓ હતા અને બસ કરીને ઉદયપુર ગયા હતા. ઉદયપુર રેવ પાર્ટીમાં પોલીસે પકડેલા ગુજરાતીઓના નામ આ મુજબ છે.
જયપાલસિંહ જાડેજા- મોરબી
નિકુંજ વિનજોર- અમદાવાદ
પંકજ પન્સુરીયા – જુનાગઢ
ભાસ્કર પુરોહિત- ગીર સોમનાથ
સોરીયા નિશિત – મોરબી
દલ અસલમ – જુનાગઢ
દીપ કુમાર -જામજોધપુર
પ્રફુલ્લ સોરિયા- મોરબી
દેવાભાઈ – જુનાગઢ
મોહસીન – રાજકોટ
કિશન ચિત્રોડા -પોરબંદર
આરબ અબાહસન- જુનાગઢ
અલ્તાફ કુરેશી- જુનાગઢ
ભીમાભાઇ ઓડેદરા- પોરબંદર
રાજકુમાર અલવાની -જૂનાગઢ
અંકુર કાલરીયા- જામનગર
પ્રવીણ પરમાર -જુનાગઢ
મુન્નાભાઈ- જુનાગઢ
મેહુલ ઠુંમર -અમરેલી
જશપાલભાઈ ચૌહાણ – ગીર સોમનાથ
કલ્પેશ હડીયા – ગીર સોમનાથ
મૌલિક કુમાર
રાઠોડ હાસિમ
જીશાંતભાઈ
લલિત પાનસુરીયા
અમિત ગંગવાની – ગીર સોમનાથ
વિપુલ કાનાબાર -ગીરસોમનાથ
કૃષ્ણ ભાઈ ભાટુ ઉનડકટ
ચિરાગ -જુનાગઢ
કિશોર દાફડા -સુરત
ભાવિન ગંગાની- જામનગર
ગૌતમ વ્યાસ- ગીર સોમનાથ
જયારે યુવતીઓમાં અમદાવાદની મમતા, આણંદની સરસ્વતી અને મહેસાણાની રાની શર્મા અને મંજુલા જે મુજરો કરતી હતી તેમની પણ ધરપકડ કરાઈ છે.
પાંચ હજાર રૂપિયા એન્ટ્રી ફી
રેવ પાર્ટી અંગે એસપી યોગેશ ગોયલે જણાવ્યું હતું કે અમને માહિતી મળી હતી કે નાઈ પોલીસ સ્ટેશન વિસ્તારની કોડીયાત રોડ પર આવેલી ગણેશ હોટલમાં રેવ પાર્ટી આયોજિત કરવામાં આવી હતી. જેને વિશ્વજીત સોલંકી નામના વ્યક્તિએ યુવતીઓને બોલાવીને રેવ પાર્ટી આયોજિત કરી હતી.તેમજ આ પાર્ટીમાં સામેલ દરેક વ્યક્તિ પાસેથી પાંચ હજાર રૂપિયા એન્ટ્રી ફી લેવામાં આવતી હતી.
બે પોલીસ કોન્સ્ટેબલને ગ્રાહક તરીકે મોકલવામાં આવ્યા
પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે સ્થાનિક પોલીસ કર્મચારીઓને આની માહિતી મળી હતી. તેમજ આ પાર્ટીમાં સામેલ થવા ગુજરાતથી લોકો બસ ભરીને આવ્યા હતા.તેમજ તેમાં સ્થાનિક લોકો પણ સામેલ હતા. તેમજ પાંચ હજાર
રૂપિયા આપીને તેમાં કોઈપણ જઈ શકતું હતું. જેના પગલે બે પોલીસ કોન્સ્ટેબલને ગ્રાહક તરીકે મોકલવામાં આવ્યા
હતા. જ્યાં તેમણે જોયું છે રેવ પાર્ટી ચાલી રહી હતી. તેમજ યુવતીઓ ડાન્સ કરી રહી હતી. તેમની પર નોટો ઉડાવવામાં
આવી રહી હતી.
પોલીસે આ કેસમાં તમામ લોકોની ધરપકડ કરી
જેની બાદ પોલીસે સમગ્ર ટીમ સાથે હોટલ પર છાપો મારીને યુવક અને યુવતીઓની ધરપકડ કરી હતી. તેમજ હોટલ માલિક અને દલાલની પણ ધરપકડ કરી છે. પોલીસે આ કેસમાં તમામ લોકોની ધરપકડ કરી પોલીસ સ્ટેશન લઈ ગઈ છે. તેમજ તેમની પૂછપરછ પણ શરુ કરી છે.