નેશનલ

મમતાએ ભાજપ પર રામ નવમીએ રમખાણો ભડકાવવાનો લગાવ્યો આરોપ

પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીએ આજે ​​પુરુલિયામાં એક રેલીને સંબોધિત કરી હતી. આ દરમિયાન મમતાએ ભાજપ અને તપાસ એજન્સીઓ પર નિશાન સાધતા કહ્યું કે NIA અને CBI ભાજપના ભાઈ-ભાઈ છે. ઇડી અને ઇન્કમટેક્સએ ભાજપના ફંડિંગ બોક્સ છે. આપણી પાસે લક્ષ્મીનો ભંડાર છે, પરંતુ તેમની પાસે ED ભંડાર અને CBI ભંડાર છે.

મમતાએ આરોપ લગાવ્યો કે કેન્દ્રીય તપાસ એજન્સીઓ TMC નેતાઓને ભાજપમાં જોડાવા અથવા કાર્યવાહીનો સામનો કરવા માટે કહી રહી છે. તેમણે આરોપ લગાવ્યો કે ED, CBI, NIA અને આવકવેરા વિભાગ જેવી એજન્સીઓ ભાજપના હથિયાર તરીકે કામ કરી રહી છે.

મમતા બેનર્જીએ ભાજપ પર આકરા પ્રહાર કરતા કહ્યું કે ભાજપ દરેક રાજકીય વિરોધીઓને એવું કહીને ડરાવી રહી છે કે જ્યાં સુધી તેઓ ભાજપમાં જોડાશે નહીં ત્યાં સુધી તેઓને છોડવામાં આવશે નહીં. આવી સ્થિતિ આપણે ક્યારેય જોઈ નથી અને હવે આખા દેશમાં થઈ રહ્યું છે.

દેશભરમાં જ્યારે બેરોજગારી વધી રહી છે, ત્યારે પીએમ મોદી ગેરંટીની વાતો કરી રહ્યા છે. વાસ્તવમાં તેમની ગેરંટી ડિમોનેટાઈઝેશન, સીબીઆઈ, એનઆઈએ, ઈન્કમ ટેક્સ, કેન્દ્રીય એજન્સીઓનો દુરુપયોગ અને ગરીબોના પૈસા રોકવાની છે. મમતાએ ભૂપતિનગરમાં શનિવારની ઘટનાનો ઉલ્લેખ કર્યો, જ્યાં વિસ્ફોટના કેસમાં બે શકમંદોની ધરપકડ કરવા ગયેલી NIAની ટીમ પર ટોળાએ હુમલો કર્યો હતો.

તેમણે લોકોને કોઈપણ ઉશ્કેરણીનો શિકાર ન બનવાની અપીલ કરતા મમતાએ આરોપ લગાવ્યો કે 17 એપ્રિલે રામનવમી પર ભાજપ સાંપ્રદાયિક લાગણીઓને ભડકાવશે. તેમણે કહ્યું કે રેલીઓનું આયોજન કરો, પરંતુ રમખાણોમાં ન પડો. 19 એપ્રિલે મતદાન થશે. ભગવાન રામે તમને રમખાણો ભડકાવવા માટે નથી કહ્યું, પરંતુ તેઓ આમ કરશે અને પછી NIA લાવશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ છે દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળ, કિંમત એટલી કે… સાદા વાસણોને નૉન સ્ટીક બનાવવા છે? વહુ સાથે આવી છે Nita Ambaniની Bonding, આ રીતે Isha Ambaniએ લૂંટી મહેફિલ… આવું છે અંબાણી પરિવારના ખાનદાની હારનું કલેક્શન, જોઈને આંખો પહોળી થઈ જશે…