“RSS-BJP નો હેતુ ભાગલાનો….” ભાજપ પર ખડગેના આકરા પ્રહાર…
નવી દિલ્હી: આગામી 13 અને 20 નવેમ્બરે ઝારખંડમાં 81 વિધાનસભા બેઠકો પર મતદાન થવાનું છે. ચૂંટણી પહેલા જ આરોપ-પ્રત્યારોપનો અને નિવેદનબાજીનો સિલસિલો યથાવત રહ્યો છે. દરમિયાન, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ મંગળવારે સીએમ યોગી આદિત્યનાથના ‘બટોગે તો કટોગે’ના નિવેદન પર વળતો પ્રહાર કર્યો હતો. તેમણે કહ્યું બાટવા (વહેંચવા) વાળા પણ તમે જ છો અને કાપવા વાળા પણ તમે જ છો.
આ પણ વાંચો : Jharkhad માં સીએમ યોગીનો મોટો પ્રહાર, આલમગીર આલમની તુલના ઔરંગઝેબ સાથે કરી
આ દરમિયાન ખડગેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ પર પણ નિશાન સાધ્યું હતું. રાંચીમાં એક રેલીમાં પીએમ મોદી પર નિશાન સાધતા ખડગેએ લોકોને પૂછ્યું કે તમે લોકો એવા વ્યક્તિને કેવી રીતે વોટ આપી રહ્યા છો જે વારંવાર જુઠ્ઠું બોલે છે? તેમણે કહ્યું કે ભાજપ તમારામાં ભાગલા પાડવા માંગે છે.
રેલીમાં સંબોધન દરમિયાન ખડગેએ કહ્યું કે ઝારખંડમાં પીએમ મોદીનું ભાષણ એક જુમલો છે. તેમના ગૃહમંત્રીએ પહેલા કહ્યું હતું કે તેઓ 2 કરોડ યુવાનોને રોજગાર આપશે, પરંતુ બાદમાં તેમણે કહ્યું કે આ એક ચૂંટણીની વાતો છે. આ લોકો જુઠ્ઠું બોલવાના રીઢા છે.
આ પણ વાંચો : ‘ખોટા વાયદા કરવા આસાન, લાગુ કરવા મુશ્કેલ છે’, ખડગેના નિવેદન પર પીએમ મોદીના પ્રહાર
ખડગેએ કહ્યું, ‘પીએમ મોદી તમારું મંગળસૂત્ર, તમારા ઢોરની ચોરી કરનારા છે. તેઓ તમારી સંપતિ હડપીને અંબાણી અને અદાણીને આપી રહ્યા છે. RSS-BJP લોકોમાં ભાગલા પાડવા માંગે છે, તમારી વચ્ચે લડાઈ ઉભી કરવા માંગે છે. ભાજપ કહે છે- ઘૂસણખોરો માટી, દીકરી અને રોટલી ચોરી રહ્યા છે, તો તમે શું કરી રહ્યા હતા? આ દરમિયાન તેમણે સીએમ યોગી આદિત્યનાથના ‘બટોગે તો કટોગે’ના નિવેદન પર વળતો પ્રહાર કર્યો હતો. તેમણે કહ્યું બાટવા (વહેંચવા) વાળા પણ તમે જ છો અને કાપવા વાળા પણ તમે જ છો.