ભાજપ પર Mallikarjun Kharge નો પ્રહાર, કહ્યું ભૂલથી બની સરકાર, લાંબો સમય નહિ ચાલે

બેંગલુરૂ : કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ (Mallikarjun Kharge)ભારતીય જનતા પાર્ટીના (BJP)નેતૃત્વવાળી એનડીએ(NDA)સરકાર પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું છે કે આ સરકાર ભૂલથી બની છે અને લાંબો સમય નહીં ચાલે. ખડગેએ કહ્યું કે પીએમ મોદીએ પોતે તેને ખીચડી સરકાર ગણાવી છે. જો સ્પષ્ટ બહુમતી ન હોય તો સરકાર કોઈ નિર્ણય લેવાની સ્થિતિમાં નથી.
અમે દેશને મજબૂત કરવા માટે સહકાર આપીશું
બેંગલુરુમાં એક ન્યૂઝ એજન્સી સાથે વાત કરતા મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે NDA સરકાર ભૂલથી બની હતી. નરેન્દ્ર મોદી પાસે બહુમતી નથી અને આ સરકાર ગમે ત્યારે પડી શકે છે. અમે કહીએ છીએ કે સારું થવા દો, દેશનું ભલું થવા દો, સૌએ સાથે મળીને દેશનું નિર્માણ કરવું જોઈએ. પરંતુ આપણા વડાપ્રધાનની આદત છે કે જે સારી રીતે ચાલી રહ્યું છે તેને આગળ વધવા દેતા નથી. પરંતુ અમે દેશને મજબૂત કરવા માટે સહકાર આપીશું.
વિપક્ષનો મોદી સરકાર 3.0 પર સતત પ્રહાર
ઉલ્લેખનીય છે કે, લોકસભા ચૂંટણી 2024 માં ભાજપ 543 માંથી માત્ર 240 સીટો પર જીતી હતી. NDA ગઠબંધન અપેક્ષાઓથી વિપરીત પ્રદર્શન કર્યું હતું અને માત્ર 292 સીટો જીતી હતી. જ્યારે કોંગ્રેસ સહિત વિપક્ષી પાર્ટીઓના ઇન્ડી ગઠબંધનએ સારું પ્રદર્શન કર્યું છે. જેમાં 234 બેઠકો જીતી છે. નરેન્દ્ર મોદી અને અન્ય મંત્રીઓએ પણ શપથ લીધા હતા. પરંતુ વિપક્ષ મોદી સરકાર 3.0 પર સતત નિશાન સાધી રહ્યું છે.
Also Read –