મલ્લિકાર્જુન ખડગેએ અમદાવાદ પ્લેન ક્રેશને લઈ કહી આ વાત | મુંબઈ સમાચાર
નેશનલ

મલ્લિકાર્જુન ખડગેએ અમદાવાદ પ્લેન ક્રેશને લઈ કહી આ વાત

અમદાવાદઃ શહેરના મેઘાણીનગર વિસ્તારમાં 12 જૂને એર ઈન્ડિયાનું વિમાન તૂટી પડ્યું હતું. દુર્ઘટનાના ત્રીજા દિવસે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અમદાવાદ આવ્યા હતા. તેમણે સિવિલ હોસ્પિટલમાં ઈજાગ્રસ્તો સાથે મુલાકાત કરી હતી તેમજ ઘટના સ્થળની પણ મુલાકાત કરી હતી. આ પછી તેમણે મીડિયાને સંબોધન કર્યું હતું.

ખડગેએ કહ્યું, આવી દુર્ઘટનાના સમયે કોઈએ શ્રેય લેવા માટે સ્પર્ધા ન કરવી જોઈએ. હવે જ્યારે બ્લેક બોક્સ મળી ગયું છે, ત્યારે આપણે જોઈશું કે તેનું શું પરિણામ આવે છે.કોઈને દોષ આપવો યોગ્ય નથી. વળતર આપવું જોઈએ. આ સિવાય, જે પણ જવાબદાર હોય તેની સામે પગલાં લેવા જોઈએ.

આ ઉપરાંત ખડગેએ કહ્યું, આવા અકસ્માતો થાય છે અને તે સામાન્ય બાબત છે તેમ કહેવું યોગ્ય નથી. આવા સમયે, આખા દેશના લોકોએ એકસાથે આવવું જોઈએ. હું મારા પક્ષના કાર્યકરો અને નેતાઓને લોકોને મદદ કરતા રહેવા વિનંતી કરીશ. જો તેમને કોઈ વસ્તુની જરૂર હોય, દવા કે અન્ય કોઈ વસ્તુ જે અહીં ઉપલબ્ધ ન હોય, તો તેની પણ વ્યવસ્થા કરવી જોઈએ.

શું હતી ઘટના

અમદાવાદથી લંડન જઈ રહેલું એર ઈન્ડિયાનું વિમાન ગુરુવારે હતી. પ્લેનમાં 228 મુસાફરો અને 2 પાયલટ સહિત 12 ક્રૂ મેમ્બર પણ સામેલ હતા. જેમાંથી એક વ્યકિતનો ચમત્કારિક બચાવ થયો હતો. પ્લેન બી જે મેડિકલ કોલેજના મેસમાં તૂટી પડ્યું હતું. આ સમયે અનેક રેસિડેન્ટ ડોક્ટર લંચ કરતા હતા.

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button