નેશનલ

આજે Makar Sankranti પર જરૂર કરજો આ કામ, જીવનમાં ખુશીઓ વરસાવશે શનિદેવ…

આજે એટલે કે 14મી જાન્યુઆરીના દેશભરના અલગ અલગ રાજ્યોમાં મકરસંક્રાંતિનો તહેવાર ઉજવાઈ રહ્યો છે. આ દિવસે સૂર્ય ધન રાશિમાંથી નીકળીને મકર રાશિમાં ગોચર કરે છે. સૂર્યનું ગોચર વર્ષનું સૌથી મોટું ગોચર માનવામાં આવી રહ્યું છે.

એમાં પણ આ વખતની મકર સંક્રાંતિ તો ખૂબ જ ખાસ માનવામાં આવી રહી છે, કારણ કે આ દિવસે એક સાથે અનેક યોગ બની રહ્યા છે જેને કારણે આજનો આ દિવસ ખૂબ જ ખાસ છે. જ્યોતિષશાસ્ત્રમાં વિશેષ ઉપાયો જણાવવામાં આવ્યા છે જેને અજમાવીને તમે પણ જીવનમાં સુખ-શાંતિ અને સમૃદ્ધિની પ્રાપ્તિ કરી શકો છો. જ્યોતિષાચાર્યની વાત પર વિશ્વાસ કરીએ તો આ દિવસે શનિદેવ સાથે સંકળાયેલા કેટલાક વિશેષ ઉપાયો કરીને તેમની કૃપા મેળવી શકાય છે, એટલું જ નહીં ભાગ્ય ઊઘડી જાય છે. આવો જોઈએ કયા છે આ ઉપાય-

આ પણ વાંચો : 28મી જાન્યુઆરી સુધી ત્રણ રાશિના જાતકોને જલસા જ જલસા, મળશે Good News અને બીજું પણ ગણું બધું…

⦁ એક વાટકીમાં સરસવનું તેલ લઈને તેમાં પોતાનો ચહેરો જોઈને આ તેલ કોઈ પણ જરૂરિયાતમંદ વ્યક્તિ કે મંદિરમાં દાન કરી દો.

⦁ આ દિવસે તમારી ક્ષમતા અનુસાર ગરીબોની મદદ વગેરે કરો. કાળી ગાયની અડદની દાળ ખવડાવો. આ ઉપાય કરવાથી જીવનમાં સુખ-શાંતિનું આગમન થાય છે.

⦁ મકર સંક્રાંતિની સવારે બ્રહ્મ મુહૂર્તમાં સ્નાન કરીને પીપળાના ઝાડ પર પાણી ચઢાવો અને ત્યાર બાદ उं शं शनैश्चराय नमः મંત્રનો જાપ કરો.

⦁ જો તમે દેવાથી પરેશાન છો તો કાળી ગાયને બૂંદીના લાડું ખવડાવો. આ ઉપાય શનિનો આશિર્વાદ મેળવવા મને દેવામાંથી મુક્તિ અપાવવામાં કારાગર છે.

⦁ આ દિવસે શનિ યંત્રની પૂજા કરવી. આવું કરવાથી શનિદેવની કૃપા વરસે છે અને તમારા જીવનમાં આવનારી સમસ્યાઓ દૂર થાય છે.

⦁ શનિવારની સાંજે પીપળાના ઝાડ નીચે સરસવના તેલના નવ દીપક પ્રગટાવો અને ઝાડને પ્રદક્ષિણા કરો. આ ઉપાય કરવાથી નોકરી-ધંધામાં પ્રગતિ થાય છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button