મકર સંક્રાંતિ 2026: જાણો મહિલાઓએ કેમ આ દિવસે પીળા કપડાં ન પહેરવા જોઈએ અને બીજું પણ ઘણું બધું…

2026નું નવું વર્ષ શરૂ થઈ ગયું છે અને એની સાથે જ આ નવા વર્ષના પ્રથમ તહેવારનું ધામધૂમથી ઉજવણીની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આ તહેવાર એટલે મકરસંક્રાંતિ. જ્યોતિષ શાસ્ત્રમાં આપવામાં આવેલી માહિતી અનુસાર આવતીકાલે એટલે કે 14મી જાન્યુઆરી, 2026ના રોજ સૂર્યદેવ મકર રાશિમાં પ્રવેશ કરશે, જેની મનુષ્ય જીવન અને પ્રકૃતિ પર ઊંડી અસર પાડે છે. આ વર્ષે મકર સંક્રાંતિ સાથે જોડાયેલા કેટલાક વિશિષ્ટ નિયમો અને ધાર્મિક માન્યતાઓ જાણી લેવી જરૂરી છે. આજે અમે અહીં આવી જ એક માન્યતા વિશેની માહિતી લઈને આવ્યા છીએ…
અસત્ય પર સત્યના જિતનું પ્રતિક છે મકરસંક્રાંતિ
શાસ્ત્રો અનુસાર, આ દિવસે દેવીએ સંક્રાસુર નામના અસુરનો વધ કર્યો હોવાથી આ દિવસ અનિષ્ટ પર વિજયનું પ્રતીક છે. આ વર્ષે ૧૩ જાન્યુઆરીએ ભોગી અને ૧૫ જાન્યુઆરીએ કિક્રાંતિ મનાવવામાં આવશે. વર્ષ 2026માં મકર સંક્રાંતિનું વાહન ‘વાઘ’ છે અને ઉપવાહન ‘ઘોડો’ છે. વાઘ અને ઘોડાનું આ સંયોજન સૂચવે છે કે ચાલી રહેલું આ વર્ષ ખૂબ જ દમદાર અને ગતિશીલ રહેવાનું છે.
પીળા રંગના વસ્ત્રો પહેરવાનું ટાળો
આ વર્ષે સંક્રાંતિએ પીળા રંગના વસ્ત્રો ધારણ કર્યા છે અને તે ચમેલીના ફૂલોની સુગંધ લઈ રહી છે અને આહારમાં ‘પાયસ’ (ખીર અથવા દૂધની મીઠાઈ)નું સેવન કરી રહી છે. આ સંકેતો આવનારા સમયની સમૃદ્ધિ અને ઊર્જા દર્શાવે છે. જ્યોતિષીય ગણતરી મુજબ, આ વર્ષે સંક્રાંતિ પોતે પીળા રંગના કપડાં પહેરીને આવી રહી છે. તેથી, મહિલાઓને સલાહ આપવામાં આવે છે કે તેમણે પીળા રંગના વસ્ત્રો પરિધાન કરવાનું ટાળવું જોઈએ.
સંક્રાંતિ પર આ ભૂલો કરવાનું ટાળો
સંક્રાંતિના દિવસે પીળા રંગની સાડી, ડ્રેસ કે બંગડીઓ પહેરવાનું ટાળવું જોઈએ. પીળા રંગનો ત્યાગ કરવાથી આખું વર્ષ સુખ, સમૃદ્ધિ અને ઉન્નતિ જળવાઈ રહેશે તેમ માનવામાં આવે છે. આ ઉપરાંત, જે ઘરોમાં જૂની પરંપરા નથી, તેમણે આ દિવસે દૂધ કે દૂધની બનાવટોના સેવનથી બચવું જોઈએ.
આર્થિક સ્થિતિ ઉત્તમ, સ્વાસ્થ્યને લઈને સાવધાની
આર્થિક દ્રષ્ટિએ આ વર્ષ તમામ રાશિઓ માટે ઉત્તમ રહેવાની શક્યતા છે. જોકે, સ્વાસ્થ્યની બાબતમાં સૂર્યનો આકરો તાપ, અતિશય તડકો અને અગ્નિથી સાવધ રહેવાની સૂચના આપવામાં આવી છે.
દાન અને પતંગબાજીનું મહત્વ
મકર સંક્રાંતિ પર પતંગ ઉડાડવી એ માત્ર એક મનોરંજનની પ્રવૃત્તિ નથી, પરંતુ તે એકાગ્રતા વધારવાનો અને નવી શરૂઆતનો સંદેશ પણ આપે છે. મકર સંક્રાંતિના દિવસે તલ, ગોળ અને ગરમ કપડાંનું દાન કરવાથી તેમજ વડીલોના આશીર્વાદ લેવાથી જીવનમાં સુખ-સુવિધા અને સકારાત્મકતા આવે છે.



