બિહારના Patna માં મોટી દુર્ઘટના, Ganga નદીમાં હોડી પલટી જતાં પાંચ લોકો ડૂબ્યા

પટના : બિહારના પટનાના(Patna)ઉમાશંકર ઘાટ પર રવિવારે સવારે પાંચ લોકો ગંગા (Ganga)નદીમાં ડૂબી ગયા છે. આ તમામ લોકો પાર્થિવ દેહના અંતિમ સંસ્કાર કરવા નાલંદાથી આવ્યા હતા. અંતિમ સંસ્કાર બાદ ગંગા નદીના સામેના કિનારે સ્નાન કરવા માટે હોડી દ્વારા જતી વખતે આ અકસ્માત થયો હતો. જેમાં નેશનલ હાઇવેના પૂર્વ પ્રાદેશિક અધિકારી અવધેશ કુમાર અને તેમના પુત્ર પણ આ પાંચ લોકોમાં સામેલ હોવાનું કહેવાય છે. NDRFની ટીમ ડૂબી ગયેલા લોકોને શોધી રહી છે.
આ પણ વાંચો: કરજણના નારેશ્વર પાસે નર્મદા નદીમાં નહાવા પડેલા 2 કિશોર ડૂબ્યાં
SDRFની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી
પટના એસએસપી રાજીવ મિશ્રાએ જણાવ્યું કે બોટમાં એક જ પરિવારના 17 લોકો સવાર હતા. જેમાંથી 12ને ખલાસીઓ અને સ્થાનિક તરવૈયાની મદદથી બચાવી લેવાયા હતા. SDRFની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને ગંગામાં ડૂબી ગયેલા લોકોને શોધવામાં વ્યસ્ત છે.
ડૂબી ગયેલા લોકોનો કોઈ પત્તો મળ્યો નથી
એવું કહેવાય છે કે અવધેશ કુમાર તેમના પુત્ર નીતીશ કુમાર હરદેવ પ્રસાદ અને એક મહિલા સહિત કુલ પાંચ લોકો બોટ દુર્ઘટનામાં ડૂબી ગયા હતા. જોકે આ વાતની સત્તાવાર પુષ્ટિ થઈ નથી. દુર્ઘટનાના સમાચાર મળ્યા બાદ બારહના એસડીએમ, એએસપી, પોલીસ સ્ટેશનના ઇન્સ્પેકટર પણ ત્યાં પહોંચ્યા અને એસડીઆરપીએફની ટીમને બોલાવવામાં આવી. હજુ સુધી ડૂબી ગયેલા લોકોનો કોઈ પત્તો મળ્યો નથી.
આ પણ વાંચો: પોઇચામાં નર્મદા નદી(Narmada)માં ન્હાવા પડેલા સુરતના સાત પ્રવાસી ડૂબ્યાં
12 લોકોને બચાવી લેવાયા હતા
અવધેશ કુમાર આ વર્ષે ફેબ્રુઆરીમાં NHAIના પ્રાદેશિક અધિકારીના પદ પરથી નિવૃત્ત થયા હતા. નાલંદાના અસ્થાવનના માલતી ગામના રહેવાસી અવધેશ કુમારની માતાનું અવસાન થયું હતું. તેમના અંતિમ સંસ્કારમાં ગામના અનેક લોકો ઉમટી પડ્યા હતા.
પાંચ લોકો ગંગામાં ડૂબી ગયા
અંતિમ સંસ્કાર પૂર્ણ થયા બાદ 17 લોકો બોટમાં સવાર થઈને ગંગાના સામેના કિનારે સ્નાન કરવા જઈ રહ્યા હતા. આ દરમિયાન બોટ પલટી ગઈ હતી. જેમાંથી 12 લોકોને બચાવી લેવાયા હતા. પાંચ લોકો ગંગામાં ડૂબી ગયા. ડૂબી ગયેલા લોકો વિશે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી.