કલાઉડફ્લેરમાં મોટી ટેકનીકલ ખામી, એક્સ સહિત અનેક પ્લેટફોર્મ ઠપ્પ થયા બાદ આંશિક રીતે કાર્યરત…

નવી દિલ્હી : ઇન્ટરનેટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપની કલાઉડફ્લેરમાં આવેલી મોટી ટેકનીકલ ખામીના લીધે વિશ્વની અનેક લોકપ્રિય વેબસાઈટ બપોર બાદથી ઠપ્પ થઈ છે. આ બંધ થયેલી વેબસાઈટ અને એપમાં ટવીટર( એક્સ), જેમિની, ચેટજીપીટી સહિત અનેક પ્લેટફોર્મનો સમાવેશ થાય છે. જેના લીધે યુઝર્સ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. જોકે તે ડાઉન થયા પછી ધીમે ધીમે કાર્યરત થયું છે
એકસના યુઝર્સ મુશ્કેલીમાં
કલાઉડફ્લેરમાં ઉભી થયેલી ટેકનીકલ ખામીના લીધે ઈલોન મસ્કની કંપની એકસના યુઝર્સને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જેમાં
એપ્લિકેશન અને વેબસાઇટ બંને પર “સમથિંગ વેન્ટ રોંગ” અથવા પેજ રિફ્રેશ કરવા જેવા સંદેશાઓ જોવા મળી રહ્યા છે.
ચેટજીપીટી અને તેના કેટલાક અન્ય પ્લેટફોર્મ પણ ડાઉન
આઉટેજ ટ્રેકિંગ વેબસાઇટ ડાઉનડિટેક્ટર પણ સમસ્યાઓનો અનુભવ કરી રહી છે. પરંતુ કેટલાક યુઝર્સ અહેવાલ આપે છે કે આ પ્લેટફોર્મે થોડા સમય માટે ભૂલ પણ દર્શાવી હતી. યુઝર્સના મતે ડાઉનડિટેક્ટર ખોલતા ક્લાઉડફ્લેર નેટવર્કમાંથી ઇન્ટરનલ સર્વર એરર દર્શાવવામાં આવી હતી.
ઓપન એઆઈ તેની વેબસાઇટ પર પુષ્ટિ કરી છે કે ચેટજીપીટી અને તેના કેટલાક અન્ય પ્લેટફોર્મ પણ ડાઉન છે. કંપની હાલમાં આ સમસ્યાની તપાસ કરી રહી છે જોકે તે સ્પષ્ટ નથી કે આ સમસ્યા ક્લાઉડફ્લેર આઉટેજ સાથે સંબંધિત છે કે નહીં.



