ટોપ ન્યૂઝનેશનલ

છત્તીસગઢના બીજાપુરમાં મોટો નકસલી હુમલોઃ ત્રણ જવાન શહીદ, 14 ઘાયલ

રાયપુર: છત્તીસગઢના બીજાપુર-સુકમા બોર્ડર પર નકસલવાદીઓએ સૌથી મોટો હુમલો કર્યો હતો, જેમાં સૌથી મોટી જાનહાનિના સમાચાર છે. આ હુમલામાં સીઆરપીએફના 14 જવાન ઘાયલ થયા છે. સુરક્ષાકર્મી અને નક્સલવાદીઓ વચ્ચેની અથડામણમાં ભારતીય સેનાના ત્રણ જવાન શહીદ થયાની સાથે 14 જવાન ઘાયલ પણ થયા હતા.

આ બનાવ અંગે એક પોલીસ અધિકારીએ કહ્યું હતું કે સુકમા વિસ્તારના ટેકલગુડેમ ગામમાં નક્સલવાદી ઘટના પર નજર રાખવા માટે સેના દ્વારા સુરક્ષા કેમ્પ સ્થાપિત કરવામાં આવ્યો હતો.


કેમ્પ સ્થાપિત કર્યા પછી ત્યાં ડિસ્ટ્રિક્ટ રિઝર્વ ગાર્ડ, કોબ્રા બટાલિયન અને સ્પેશિયલ ટાસ્ક ફોર્સના જવાનોએ નજીકના જોનાગુડા-અલીગુડા વિસ્તારમાં પેટ્રોલિંગ પર નીકળ્યા હતા એ દરમિયાન નક્સલવાદીઓએ તેમના પર હુમલો કર્યો હતો. ગોળીબારની સામે સૈનિકોએ પણ જવાબ આપવા માટે ગોળીબાર કરવામાં આવ્યો હતો.


જવાનોની કાર્યવાહીથી નક્સલવાદીઓ જંગલમાં ભાગી ગયા હતા, પણ આ હુમલામાં સેનાને મોટું નુકસાન થયું હતું.
હુમલામાં ઘાયલ થયેલા જવાનોને સિલગેર કેમ્પમાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ હેલિકૉપ્ટર મારફત રાયપુરમાં મોકલવામાં આવ્યા હતા. 2021માં ટેકલગુડેમના જંગલમાં પણ આ જ પ્રકારે પોલીસ અને નક્સલવાદીઓ વચ્ચે થયેલી અથડામણમાં 23 જવાન શહીદ થયા હતા.


ઉલ્લેખનીય છે કે 2023માં એક મહિનામાં સૌથી વધુ માઓવાદીઓની ધરપકડ ડિસેમ્બરમાં થઈ હતી, જ્યારે સુરક્ષા દળોએ 59 માઓવાદીઓની ધરપકડ કરી હતી અને તે પહેલા જુલાઈમાં 15 માઓવાદીની ધરપકડ કરવામાં આવી હતી. જુલાઈ અને ડિસેમ્બર 2023 વચ્ચે કુલ 173 માઓવાદીની ધરપકડ કરી હતી, જ્યારે 12 સુરક્ષા દળો સાથેની અથડામણમાં માર્યા ગયા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button