નેશનલ

ઉત્તર પ્રદેશ એટીએસની મોટી કાર્યવાહીઃ અલીગઢમાંથી આતંકવાદીની કરી ધરપકડ

લખનઊઃ ઉત્તર પ્રદેશ એટીએસએ અલીગઢમાંથી આઇએસઆઇએસ સાથે સંકળાયેલા બે સ્વ-કટ્ટરવાદી આતંકવાદીઓની ધરપકડ કરી છે અને તેમની પાસેથી પ્રતિબંધિત સાહિત્ય જપ્ત કર્યું છે.

એટીએસને બાતમી મળી હતી કે આઇએસઆઇએસથી પ્રભાવિત કેટલાક કટ્ટરપંથી લોકો રાષ્ટ્રવિરોધી પ્રવૃતિઓમાં સામેલ હતા અને તેમના આકાઓના ઇશારે સમાન વિચારધારાવાળા લોકોના જેહાદી જૂથની રચના કરી રહ્યા હતા.

એડિશનલ પોલીસ ડાયરેક્ટર જનરલ એટીએસ મોહિત અગ્રવાલે જણાવ્યું હતું કે તેઓ તેમના હેન્ડલર્સના નિર્દેશ પર ઉત્તર પ્રદેશમાં મોટો હુમલો કરવાની યોજના બનાવી રહ્યા હતા. વિગતવાર તપાસ બાદ અબ્દુલ્લા અરસલાન અને માઝ બિન તારિકની અલીગઢમાંથી અલગ-અલગ જગ્યાએથી ધરપકડ કરવામાં આવી હતી. અરસલાન પાસેથી મોબાઇલ ફોન, પેન ડ્રાઇવ અને પ્રતિબંધિત આઇએસઆઇએસ સાહિત્ય જપ્ત કરવામાં આવ્યું હતું અને તારિક પાસેથી આઇફોન અને એન્ડ્રોઇડ ફોન જપ્ત કરવામાં આવ્યા હતા.

એડીજીએ જણાવ્યું હતું કે બન્ને આરોપીઓએ આઇએસઆઇએસના શપથ લીધા હતા. તેમની પાસેથી આઇએસઆઇએસ અને એક્યૂઆઇએસ(ભારતીય ઉપખંડમાં અલ કાયદા) સંબંધિત પ્રિન્ટેડ સામગ્રી અને આઇએસઆઇએસનો પ્રચાર કરતી પેન ડ્રાઇવ જપ્ત કરવામાં આવી હતી.

બન્ને આરોપીઓની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જ્યાંથી તેઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યા હતા. એડીજીએ ઉમેર્યું હતું કે, આરોપીઓની પોલીસ કસ્ટડી માંગવામાં આવી છે. જેથી તેમની પૂછપરછ કરી શકાય અને તેમના નેટવર્કનો પર્દાફાશ કરી શકાય.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button