નેશનલ

સંસદમાંથી હાંકી કાઢવામાં આવ્યા બાદ જનતા સાથે જોડાઈ મહુઆ મોઈત્રા…

નવી દિલ્હી: સંસદમાંથી બરતરફ થયા બાદ મહુવા મોઇત્રાએ રવિવારે દસ ડિસેમ્બરના રોજ એક વીડિયો જાહેર કર્યો હતો જેમાં તેમને કેશ ફોર કવેરીનીઆ લડાઈમાં તેમનો સાથ આપવા બદલ જનતા, ટીએમસી કાર્યકરો અને પક્ષના નેતાઓનો આભાર વ્યક્ત કર્યો હતો.

મોઇત્રાએ આ વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને કહ્યું હતું કે હું તમારી દીકરી છું. આ ધરતીની દીકરી છું. તમે ઈચ્છો ત્યાં સુધી હું તમારી સાથે રહીશ. અમે આ યુદ્ધ જીતીશું અને હું મેદાનમાંથી ભાગીશ નહીં અને તમારી સાથે રહીશ. મારા સમર્થનમાં બે દિવસ સુધી વિરોધ પ્રદર્શન કરવા બદલ હું કૃષ્ણનગરના તમામ રહેવાસીઓ, TMC કાર્યકરો અને બ્લોક પ્રમુખની આભારી છું. તેમજ દરેક પરિસ્થિતિમાં મને ટેકો આપનારની પણ હું આભારી છું.

ઉલ્લેખનીય છે કે ટીએમસી નેતા મહુઆ મોઈત્રાને શુક્રવારે સંસદમાં કેશ ફોર કવેરીના આરોપમાં સંસદના સભ્યપદેથી હાંકી કાઢવામાં આવ્યા હતા.

TMC સુપ્રીમો મમતા બેનર્જીએ સ્પષ્ટ કર્યું છે કે મહુઆ મોઇત્રા નદિયા જિલ્લાની કૃષ્ણનગર લોકસભા બેઠક પરથી તેમની પાર્ટીના ઉમેદવાર હશે. રવિવારે મીડિયા સાથે વાત કરતા મહુઆ મોઇત્રાએ જણાવ્યું હતું કે આગળ તે હવે જે પણ કરશે તેના વિશે નક્કી થયા બાદ મીડિયાને જાણ કરશે.

લોકસભાની ચૂંટણીમાં વધુ સમય બાકી નથી ત્યારે મહુઆ મોઇત્રા પોતાના લોકસભા ક્ષેત્રમાં લોકોની વચ્ચે વધુમાં વધુ સમય વિતાવવાનું વિચારી રહી છે. તેના આ પગલાને આગામી લોકસભા ચૂંટણીની તૈયારી તરીકે જોવામાં આવી રહ્યું છે.

TMC મહુઆને સંપૂર્ણ સમર્થન આપી રહી છે, આ સાથે કોંગ્રેસ અને અન્ય પાર્ટીઓ પણ મહુઆને સમર્થન આપી રહી છે. આવી સ્થિતિમાં મહુઆ મોઇત્રાને જનતાની સહાનુભૂતિનો લાભ મળે તેવી શક્યતાઓ નકારી શકાય નહી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
2024માં આ સેલિબ્રિટી કપલ છૂટા પડ્યા હાર્દિક જ નહીં આ Legends Cricketerની Married Lifeમાં ભંગાણ પડ્યા છે સાચી રીતે નહાવાની રીત જાણો છો? એક કિડની પર કેટલા સમય જીવી શકાય? જાણો Experts શું કહે છે…