
નવી દિલ્હીઃ ઓલ ઈન્ડિયા તૃણમૂલ કોંગ્રેસ (AITMC)ના સાંસદ મહુઆ મોઈત્રા સામેની તપાસના ડ્રાફ્ટ રિપોર્ટ પર વિચારણા કરવા અને તેને સ્વીકારવા માટે એથિક્સ કમિટીની મીટિંગ 7 નવેમ્બરે મળશે. આ મામલો બીજેપી સાંસદ નિશિકાંત દુબેના મહુઆ પર કેશ ફોર ક્વેરીના આરોપો સાથે જોડાયેલો છે. એક અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે પેનલ મહુઆ મોઇત્રા સામે કડક કાર્યવાહી કરવા માટે ભલામણ કરી શકે છે, જેમાં લોકસભામાં મહુઆને બાકીની અવધિ સુધી (વર્તમાન સંસદની સમાપ્તિ સુધી) સસ્પેન્ડ કરવામાં આવશે.
પેનલનું કહેવું છે કે તેઓ વર્ષ 2005ના કેસની પણ મદદ લઇ શકે છે, જ્યાં 11 સાંસદોને લાંચ લેવા અંગે પ્રશ્ન પૂછવા બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. 2007માં સુપ્રીમ કોર્ટે પણ સાંસદોને ગેરલાયક ઠેરવવાના નિર્ણયને યથાવત રાખ્યો હતો.
મોઇત્રાએ રવિવારે લોકસભા એથિક્સ કમિટીના વડા વિનોદ કુમાર સોનકર પર નિશાન સાધ્યું હતું. પૈસા માટે પ્રશ્નો પૂછવાના આરોપો સાથે સંબંધિત મામલામાં, મહુઆએ દાવો કર્યો હતો કે જ્યારે તેઓ 2 નવેમ્બરના રોજ સમિતિ સમક્ષ હાજર થયા ત્યારે ભાજપના સાંસદે તેમને અનૈતિક, અપ્રસ્તુત અને વાહિયાત પ્રશ્નો પૂછ્યા હતા.
સાંસદ મહુઆ મોઇત્રાએ રવિવારે આરોપ લગાવ્યો હતો કે ભાજપ તેમની સામે ફોજદારી કેસની યોજના બનાવી રહ્યું છે. તેમણે ટ્વીટ કરીને લખ્યું કે ભાજપ ફેક સ્ટોરીઝ સાથે મને હાંકી કાઢે તે પહેલા યાદ રાખો કે મારી પાસે એથિક્સ કમિટીમાં રેકોર્ડની કોપી છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં મહુઆએ ભાજપ પર નિશાન સાધતા લખ્યું હતું કે ભાજપનું સ્વાગત છે. હું માત્ર એટલું જ જાણું છું કે મારી પાસે કેટલા જૂતા છે તે અંગે સવાલ ઉઠાવતા પહેલા CBI અને EDએ 1 લાખ 30 હજાર કરોડ રૂપિયાના કોલસા કૌભાંડમાં અદાણી વિરુદ્ધ FIR દાખલ કરવાની જરૂર છે. બધું લેખિતમાં છે