‘…હવે તમે મહાભારતનું યુદ્ધ જોશો’, સંસદમાં અહેવાલ રજૂ થાય એ પહેલાં મહુઆ મોઇત્રાની લલકાર

નવી દિલ્હી: લોકસભાની એથિક્સ કમિટી આજે તૃણમૂલ કોંગ્રેસના સાંસદ મહુઆ મોઇત્રાને સંબંધિત ‘કેસ ફોર ક્વેરી’ મામલા અંગે ગૃહમાં રિપોર્ટ રજૂ કરશે. રિપોર્ટની રજૂ થયા બાદ મહુઆનું સાંસદ પદ પણ રદ થઇ શકે છે. આ પહેલા ગૃહની બહાર મોઇત્રાએ પત્રકારોને કહ્યું કે મા દુર્ગા આવી ગઈ છે, હવે તમે મહાભારતનું યુદ્ધ જોશો..
અત્રે ઉલ્લેખનીય છે કે ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ તેમના પર આરોપ લગાવ્યો હતો કે મોઇત્રાએ સંસદમાં પ્રશ્નો પૂછવા માટે લાંચ લીધી હતી. દુબેની ફરિયાદ લોકસભા અધ્યક્ષે લોકસભાની એથિક્સ કમિટીને મોકલી હતી. એથિક્સ કમિટીને આરોપોની તપાસ કરવાની સત્તા આપવામાં આવી છે. આ કમિટી સાંસદોના વર્તન, વ્યવહાર અને આચરણ પર નજર રાખે છે. કોઈપણ વ્યક્તિ કે સાંસદ પુરાવા સાથે આ સમિતિ સમક્ષ કોઈપણ સાંસદ વિરુદ્ધ લેખિત ફરિયાદ કરી શકે છે.
લોકસભામાં રિપોર્ટ થાય પહેલા મહુઆ મોઈત્રાએ કહ્યું હતું કે મા દુર્ગા આવી ગઈ છે, હવે જોઈશું. જબ નાશ મનુજ પે છતાં હૈ સબસે પહેલે વિવેક માર જાતા હૈ. તેણે વસ્ત્રાહરણ કરવાનું શરૂ કરી દીધું છે અને હવે તમે મહાભારતનું યુદ્ધ જોશો. લોકસભાની 15 સભ્યોની એથિક્સ કમિટીના અધ્યક્ષ ભાજપના સાંસદ વિનોદ સોનકર છે.
જે સાંસદ સામે આક્ષેપો કરવામાં આવે છે તેને સમિતિ સમક્ષ પોતાનો કેસ રજૂ કરવા માટે બોલાવવામાં આવે છે. આ ઉપરાંત આક્ષેપો કરનાર સાંસદને પણ પુરાવા આપવા માટે સમિતિ સમક્ષ બોલાવવામાં આવે છે.