આ છે દેશનું સૌથી આર્થિક સમૃદ્ધ રાજ્ય, જાણો વિગતો…

નવી દિલ્હી : દેશના આર્થિક વિકાસમાં રાજ્યનો જીડીપીમાં ફાળો તેના આર્થિક સમૃદ્ધ રાજ્ય હોવાનો માપદંડ માનવામા આવે છે. જેમાં પ્રધાનમંત્રીની આર્થિક સલાહકાર પરિષદ ના આંકડા અનુસાર મહારાષ્ટ્ર દેશનું સૌથી આર્થિક સમૃદ્ધ રાજ્ય છે. મહારાષ્ટ્રનું દેશની જીડીપીમાં વર્ષ 2023-24માં યોગદાન 13. 3 ટકા હતું. જોકે, ગત વર્ષોની સરખામણી મહારાષ્ટ્રનો જીડીપીમાં હિસ્સો ઘટ્યો છે. તેમ છતાં મહારાષ્ટ્ર આજે પણ ભારતના આર્થિક વિકાસનું કેન્દ્ર રહ્યું છે.
મહારાષ્ટ્ર જીડીપીમાં યોગદાનની દ્રષ્ટિએ આજે પણ મોખરે

મહારાષ્ટ્ર જીડીપીમાં યોગદાનની દ્રષ્ટિએ આજે પણ મોખરે છે. જોકે, તેની સાથે સાથે ગુજરાતે પણ પાછલા વર્ષોમા આર્થિક પ્રગતિ કરી છે. મળતી માહિતી મુજબ વર્ષ 2011-12 માં ભારતના જીડીપીમાં ગુજરાતનો હિસ્સો 7.5 ટકા હતો. જે વર્ષ 2022 -23માં વધીને 8. 1 ટકા થયો હતો. જોકે, સરેરાશ માથાદીઠ આવકમાં મહારાષ્ટ્ર ગુજરાત, તેલંગાણા, હરિયાણા અને કર્ણાટક જેવા રાજ્યોથી પાછળ છે. જ્યારે વર્ષ 2023-24માં માથાદીઠ આવકમાં સિક્કિમ, ગોવા, દિલ્હી, તેલંગાણા, કર્ણાટક, હરિયાણા, તમિલનાડુ રાજ્યો મોખરે છે.
મહારાષ્ટ્ર માથાદીઠ આવકની દ્રષ્ટિએ પાછળ
મહારાષ્ટ્ર જીડીપીમાં સૌથી વધુ યોગદાન આપતું રાજ્ય છે. પરંતુ માથાદીઠ આવકની દ્રષ્ટિએ તે પાછળ છે. આનો અર્થ એ થયો કે વ્યક્તિગત સમૃદ્ધિની દ્રષ્ટિએ અન્ય રાજ્યો તેનાથી ઘણા આગળ છે. દેશના આર્થિક વિકાસમાં મહારાષ્ટ્ર હજુ પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. પરંતુ ગુજરાત અને અન્ય રાજ્યોનો ઝડપી વિકાસ વધુ સ્પર્ધા તરફ ઈશારો કરે છે.
આ પણ વાંચો : મુંબઈમાં માર્ચમાં ઘરોનું ‘વિક્રમી’ વેચાણ, જાણો રાજ્ય સરકારને કેટલી થઈ આવક?